Get The App

ચીનની દાદાગીરી રોકવા ભારતને 'સ્કવૉડ'માં સામેલ થવા આમંત્રણ, અમેરિકા-જાપાન જેવા દિગ્ગજો છે સામેલ

Updated: Mar 20th, 2025


Google News
Google News
Philippines calls India to Join Squad Alliance


Philippines calls India to Join Squad Alliance: દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઇન્સ ચીનની આક્રમક નીતિઓનો સામનો કરી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને ફિલિપાઇન્સે હવે ભારતને અપીલ કરી છે કે ભારત અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથે રચાયેલા ઉભરતા સંરક્ષણ ગઠબંધન 'સ્કવૉડ'માં સામેલ થાય. આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે દક્ષિણ ચીન સાગરમાં ચીન અને ફિલિપાઇન્સ વચ્ચે તણાવ ટોચ પર છે.

સ્કવૉડનું વિસ્તરણ કરવા માટે ભારત અને દ.કોરિયાને સામેલ કરવામાં આવશે 

ફિલિપાઇન્સના સશસ્ત્ર દળોના ચીફ ઑફ સ્ટાફ જનરલએ જણાવ્યું હતું કે, 'અમે જાપાન અને અમારા સહયોગી દેશો સાથે મળીને સ્કવૉડનું વિસ્તરણ કરવા ઇચ્છીએ છીએ, જેમાં ભારત અને સંભવતઃ દક્ષિણ કોરિયાને સામેલ કરવામાં આવે. ભારત અને અમારા સામાન્ય દુશ્મનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

સ્કવૉડ શું છે? 

'સ્કવૉડ' એક અનૌપચારિક સંરક્ષણ ગઠબંધન છે, જેમાં ચાર દેશો લશ્કરી સહયોગ, ગુપ્ત માહિતીની વહેંચણી અને સંયુક્ત કવાયત પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગયા વર્ષથી, આ દેશોના સંરક્ષણ દળોએ દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઇન્સના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં સંયુક્ત દરિયાઈ પ્રવૃત્તિઓ શરુ કરી છે. હવે આ સંગઠનમાં ભારતને સામેલ કરવા માટે ઔપચારિક પ્રસ્તાવ મૂકવામાં આવશે. 

ચીનનું વર્ચસ્વ અને લશ્કરી વિસ્તરણ

તાજેતરમાં, નવી દિલ્હીમાં રાયસિના ડાયલોગનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના ટોચના સૈન્ય અધિકારીઓએ ફિલિપાઇન્સ સાથે મળીને ઇન્ડો-પેસિફિકમાં દરિયાઈ સુરક્ષા સંબંધિત પડકારો અંગે ચર્ચા કરી હતી.

ફિલિપાઇન્સના આર્મી ચીફે કહ્યું કે, 'ચીને દક્ષિણ ચીન સાગરમાં ત્રણ કૃત્રિમ ટાપુ બનાવ્યા છે, જેના કારણે તે આ સમગ્ર વિસ્તાર પર નિયંત્રણ મેળવી રહ્યું છે. અમને આશંકા છે કે આવનારા સમયમાં ચીન આ સમગ્ર વિસ્તાર પર કબજો કરી શકે છે.'

આ પણ વાંચો: World Happiness Report 2025: સતત 8માં વર્ષે ફિનલેન્ડ સૌથી ખુશહાલ દેશ, ટોપ-10માં ભારત-અમેરિકા નહીં

આ મામલે ભારતીય નેવી ચીફે શું કહ્યું?

ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ કહ્યું કે, 'હિન્દ મહાસાગર ક્ષેત્રને શાંતિપૂર્ણ અને સ્થિર રાખવાની જવાબદારી ભારતની છે, જેથી વેપાર સરળતાથી ચાલે. ભારતીય નેવી સતત પોતાની હાજરી જાળવી રહ્યું છે અને આ ક્ષેત્રમાં કોણ, ક્યાં અને કેવી રીતે કામ કરી રહ્યું છે તેની સંપૂર્ણ માહિતી પણ રાખી રહ્યું છે.'

શું ભારત સ્કવૉડમાં સામેલ થશે?

ફિલિપાઇન્સની વિનંતી બાદ હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે શું ભારત અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની સાથે 'સ્કવૉડ'માં સામેલ થાય છે અને ચીનના વધતા પ્રભાવને રોકવાની દિશામાં પગલાં ભરે છે કે નહીં. હાલમાં ભારત હિન્દ મહાસાગરમાં પોતાની વ્યૂહાત્મક હાજરીને મજબૂત બનાવી રહ્યું છે અને ચીનની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

ચીનની દાદાગીરી રોકવા ભારતને 'સ્કવૉડ'માં સામેલ થવા આમંત્રણ, અમેરિકા-જાપાન જેવા દિગ્ગજો છે સામેલ 2 - image

Tags :