Get The App

ચીન તરફ ‘અમેરિકન મિસાઈલ’ તહેનાત કરવાની તૈયારીમાં ફિલિપાઈન્સ, બંને દેશોએ જિનપિંગનું વધાર્યું ટેન્શન

Updated: Dec 23rd, 2024


Google News
Google News
ચીન તરફ ‘અમેરિકન મિસાઈલ’ તહેનાત કરવાની તૈયારીમાં ફિલિપાઈન્સ, બંને દેશોએ જિનપિંગનું વધાર્યું ટેન્શન 1 - image


Philippines Missile Deployment : આગામી સમયમાં ચીન અને ફિલિપાઈન્સ વચ્ચે વિવાદ વકરવાના એંધાણ સામે આવ્યા છે. મળતા અહેવાલો મુજબ ફિલિપાઈન્સે ચીનને અડીને આવેલી સરહદ તરફ મિસાઈલ તહેનાત કરવાની યોજના બનાવી છે. આ ઉપરાંત તેણે અનેક હથિયારો પણ ખરીદવાની તેમજ સૈનિકોને તાલીમ આપવાની પણ રણનીતિ શરૂ કરી દીધી છે. હાલ ફિલિપાઈન્સે સરહદ પર અમેરિકન મીડિયમ રેન્જની મિસાઈલ ટાઈફાન તહેનાત કરવાની યોજના બનાવી છે. બીજીતરફ આ મામલે ચીન તરફથી પ્રતિક્રિયા આવી છે અને તે મિસાઈલ તહેનાત કરવાના નિર્ણયથી ભડક્યું છે.

ફિલિપાઈન્સના નિર્ણયથી તણાવ વધશે : ચીન

ફિલિપાઈન્સના નિર્ણય વિરુદ્ધનું ચીનના અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. અધિકારીએ કહ્યું કે, તેના આ નિર્ણયના કારણે તણાવ વકરશે. ફિલિપાઈન્સના ટોચના સૈન્ય અધિકારીએ સોમવારે મનીલામાં કહ્યું કે, દક્ષિણ ચીન સમુદ્રમાં ચીન સાથે વધી રહેલા તણાવના કારણે અમારી સેના મીડિયમ રેન્જની મિસાઈલ ખરીદવાની યોજના બનાવી રહી છે. લેફ્ટનન્ટ જનરલ રાય ગેલિડોએ કહ્યું કે, હા સાચી વાત છે, અમે આવી યોજના બનાવી રહ્યા છીએ.

અમેરિકાએ ફિલિપાઈન્સને મદદ કરતા ચીનનો વિરોધ

અમેરિકા (America)એ એપ્રિલમાં ઉત્તર ફિલિપાઈન્સમાં પોતાની મીડિયમ રેન્જની મિસાઈલ સિસ્ટમ ટાઈફાન તહેનાત કરી હતી. આ ઉપરાંત બંને દેશોની સેનાઓ આ હથિયારના સંભવિત ઉપયોગ માટે તાલીમ લઈ રહ્યા છે. ચીન અમેરિકા દ્વારા કરાતી સૈન્ય મદદનો હંમેશા વિરોધ કરતો રહ્યો છે. આ જ ક્રમમાં તેણે બંને દેશોની તાલીમનો પણ વિરોધ કર્યો છે.

આ પણ વાંચો : ટ્રમ્પની 'દાદાગીરી' સામે નાનકડા દેશે અવાજ ઊઠાવ્યો, કહ્યું- પનામા નહેર અમારી, કબજાનું વિચારતાં પણ નહીં

ફિલિપાઈન્સ અન્ય દેશો પાસેથી પણ હથિયારો ખરીદશે

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે, ‘ફિલિપાઈન્સ દ્વારા હથિયારો તહેનાત કરવાના નિર્ણયથી ઘર્ષણ અને વિવાદ વધશે, તેમજ હથિયારોની હોડ ઝડપી થશે.

બીજીતરફ ફિલિપાઈન્સના લેફ્ટનન્ટ જનરલ રૉય ગૈલિડોએ કહ્યું કે, ‘અમારી સેનાએ માત્ર અમેરિકા પાસેથી જ નહીં અન્ય મિત્ર દેશો પાસેથી પણ હથિયારો ખરીદવાની યાદી બનાવવા પર કામ કરી રહી છે. આ હથિયારો મેળવવા માટે યોજના બનાવવામાં આવી રહી છે. જોકે તેમણે એમ પણ કહ્યું છે કે, ફિલિપાઇન્સ જરૂરી નથી કે ટાઈફોન સિસ્ટમ ખરીદે.

આ પણ વાંચો : બાંગ્લાદેશ સામે અંધકારમાં ડૂબી જવાનું સંકટ! 200 કરોડનું વીજબિલ બાકી, ભારત પાડોશી ધર્મ ક્યાં સુધી નિભાવશે?

Tags :
PhilippinesChinaAmericaMissile

Google News
Google News