Get The App

VIDEO: અમેરિકામાં વધુ એક વિમાન ક્રેશ, ઉડાન ભર્યાની 30 સેકન્ડમાં તૂટી પડ્યું, 6ના મોત

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
VIDEO: અમેરિકામાં વધુ એક વિમાન ક્રેશ, ઉડાન ભર્યાની 30 સેકન્ડમાં તૂટી પડ્યું, 6ના મોત 1 - image


Philadelphia plane crash : અમેરિકામાં ફરી એક વિમાન દુર્ઘટનાના સમાચાર છે. પેન્સિલવેનિયાના ફિલાડેલ્ફિયામાં એક નાનું વિમાન ટેકઓફ કર્યાના માત્ર 30 સેકન્ડ પછી ક્રેશ થયું. જેનાથી એક મોટો વિસ્ફોટ થયો હતો. આ વિમાનમાં લગભગ 6 લોકો સવાર હતા. રાજ્યના ગવર્નર જોશ શાપિરોએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે વિમાન તૂટીને રહેણાંક વિસ્તારમાં પડતાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેટ રેસ્ક્યુ એર એમ્બ્યુલન્સના પ્રવક્તા શાઈ ગોલ્ડે જણાવ્યું કે આ વિમાન એક મેડિકલ ટ્રાન્સપોર્ટેશન માટે ઉપયોગમાં લેવાતું જેટ હતું જેમાં એક બાળક અને તેની માતા સહિત 6 લોકો હાજર હતા. મૃત્યુ પામનારા તમામ લોકો મેક્સિકોના હતા. બાળકની સારવાર માટે આ લોકો ફિલાડેલ્ફિયા આવ્યા હતા. જે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામી ગયા. 


અનેક ઘરોમાં આગ લાગી 

ગવર્નરે કહ્યું કે ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આ અકસ્માત ફિલાડેલ્ફિયા એરપોર્ટથી 4.8 કિલોમીટર ઉત્તરપૂર્વમાં થયો હતો. અકસ્માત સ્થળ પરથી સામે આવેલી તસવીરો દર્શાવે છે કે કેટલાક ઘરોમાં પણ આગ લાગી છે. આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા પ્રયાસો ચાલુ છે.

રોનાલ્ડ રીગન એરપોર્ટ પર વિમાન દુર્ઘટનામાં 67ના મોત  

તાજેતરમાં જ અમેરિકામાં લગભગ 25 વર્ષમાં સૌથી ભયંકર વિમાન દુર્ઘટના પછી આજે આ સમાચાર આવ્યા છે. આ ઘટના બુધવારે રાત્રે બની હતી જ્યારે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 5342 એરપોર્ટ નજીક આવતાં જ એક સૈન્ય હેલિકોપ્ટર સાથે અથડાઈ હતી. રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ પર આર્મી હેલિકોપ્ટર અને પેસેન્જર પ્લેન વચ્ચે થયેલી ટક્કરમાં 67 લોકો માર્યા ગયા હતા. અત્યાર સુધીમાં 40 થી વધુ મૃતદેહો મળી આવ્યા છે. વિમાન દુર્ઘટનાની તપાસમાં ઘણા મહિનાઓ લાગી શકે છે. 

VIDEO: અમેરિકામાં વધુ એક વિમાન ક્રેશ, ઉડાન ભર્યાની 30 સેકન્ડમાં તૂટી પડ્યું, 6ના મોત 2 - image



Google NewsGoogle News