Get The App

અમેરિકામાં ટ્રમ્પની સરકાર બનતા જ ઓછા થશે પેટ્રોલ ડીઝલના ભાવ! કેન્દ્રીય મંત્રીએ આપ્યું મોટું નિવેદન

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
Donald Trump


Petrol - Diesel Prices : અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર બનતાની સાથે તેની અસર દુનિયાભરની અનેક પોલીસી પર પડે તેવી શક્યતા છે. જેમાં સૌથી વધુ ફાયદો ભારતના લોકોને થાય તેવા એંધાણ છે. કેન્દ્રીય મંત્રીએ મોટું નિવેદન આપીને જણાવ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. 

ક્રૂડ ઓઈલની સપ્લાઈ વધી જશે

ભારતના પટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીનું કહેવું છે કે, ટ્રમ્પની વાપસીથી ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની સપ્લાઈમાં વધારો થવાથી તેની કિંમતમાં ઘટાડો થઈ શકે છે અને જેનો ભરપૂર ફાયદો ભારતને મળવા જઈ રહ્યો છે. જ્યારે અમેરિકાથી મોટી માત્રામાં ક્રૂડ ઓઈલ માર્કેટમાં મોકલવામાં આવશે. અમેરિકા હાલની સ્થિતિએ 13 લાખ બેરલ પ્રતિદિન પ્રમાણે ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરે છે. જેમાં 10 લાખ બેરલ પ્રતિદિનનું ઉત્પાદન વધવાની શક્યતા છે. ટ્રમ્પે જીત હાંસલ કરી છે, ત્યારે આ પ્રકારની કામગીરી પાકાપાય થવા જઈ રહી છે. 

આ પણ વાંચો : ટ્રમ્પની જીત બાદ અમેરિકામાં ગર્ભનિરોધક દવા માટે પડાપડી: વેચાણમાં 1000 ટકાનો વધારો, સ્ટોક ખતમ

જો અમેરિકાનું ક્રૂડ ઓઈલનું ઉત્પાદન અને નિકાસ વધશે તો આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ પર દબાણ ઘટશે. ચીનની માંગમાં ઘટાડો અને ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધવાથી તેની કિંમતો પહેલાથી જ થોડી નરમ પડી છે.

જાણો કેટલી થઈ શકે છે ક્રૂડ ઓઈલની કિંમત

તેમણે કહ્યું કે, ક્રૂડ ઓઈલની કિંમત 70 ડોલર પ્રતિ બેરલ સુધીની થઈ શકે છે, જે ભારત અને વિશ્વભર માટે લાભદાય રહેશે. જોકે, યુરોપમાં રશિયા અને યુક્રેન, આ ઉપરાંત પશ્ચિમ એશિયામાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના તણાવ અને ક્રૂડ ઓઈલ ઉત્પાદક દેશો દ્વારા ઉત્પાદનમાં કાપની તેના ભાવ પર મામૂલી અસર થઈ શકે છે.

આ પણ વાંચો : રશિયાની મહાદશા બેઠી! યુદ્ધ લંબાવીને પુતિન પસ્તાયા, નાના-નાના દેશો પાસે માગી રહ્યા છે મદદ

જ્યારે ટ્રમ્પની વાપસીથી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તેઓ યુક્રેન અને રશિયા વચ્ચેના તણાવને દૂર કરવાની મહત્ત્વની ભૂમિકા નિભાવે, આ સાથે ઈઝરાયલની સ્થિતિને પણ સંભાળવાનું કામ કરે. જો આવું થાય તો દુનિયાભરમાં સ્થિતિમાં સુધારો જોવા મળશે.


Google NewsGoogle News