Get The App

પેરુમાંથી મળી આવી હજારો વર્ષ જુની રહસ્યમયી મમી

Updated: Sep 9th, 2023


Google NewsGoogle News
પેરુમાંથી મળી આવી હજારો વર્ષ જુની રહસ્યમયી મમી 1 - image


Image :

નવી દિલ્હી,તા. 9 સપ્ટેમ્બર 2023, શનિવાર 

પેરુવિયન રાજધાની લીમામાં રહેણાંક વિસ્તારની બાજુમાં એક પુરાતત્વીય સ્થળ પર 1,000 વર્ષ જૂની મમી મળી આવી છે.મળતી માહિતી પ્રમાણે આ અવશેષો લિમાના સમૃદ્ધ મિરાફ્લોરેસ જિલ્લાની મધ્યમાં હુઆકા પુક્લાના સાઇટ પર મળી આવ્યા હતા. 

પુરાતત્વવિદોએ કહ્યું કે, આ પહેલા પણ અહીં મમી મળી ચુકી છે. આ સાઇટ પર મમી ઉપરાંત સિરામિક વાસણો, કપડાં અને અન્ય ઘણી મહત્વપૂર્ણ વસ્તુઓ પણ મળી આવી હતી. નિષ્ણાતો આ સાઇટને પેન્ડોરા બોક્સ તરીકે જુએ છે.

પુરાતત્વવિદોએ કહ્યું, 'અહીં એક પુખ્ત વ્યક્તિની મમી મળી આવી છે, મોટાભાગની મમી નીચે પડેલી જોવા મળે છે પરંતૂ આ બેઠેલી અવસ્થામાં હતી. આ મમી પગ વાળીને બેઠી છે. મમ્મીના લાંબા વાળ અને તેનું જડબું હજુ પણ લગભગ સંપૂર્ણ રીતે અકબંધ હતું. 

પુરાતત્વીય ટીમના વડા ગેનોઝાએ જણાવ્યુ કે, 'આ મમી કદાચ 1000 વર્ષ પહેલાં જીવિત હતી. આ ચશ્મા સંસ્કૃતિનો એક ભાગ રહી હશે' આધુનિક પેરુના મધ્ય કિનારે આ સંસ્કૃતિનો વિકાસ થયો હતો.

પેરુ વિવિધ પૂર્વ-હિસ્પેનિક સંસ્કૃતિઓનું ઘર છે. ઈન્કા સામ્રાજ્ય સત્તામાં આવ્યું તે પહેલાંની સદીઓમાં ચશ્મા સંસ્કૃતિ મુખ્યત્વે દેશના મધ્ય કિનારે અને એન્ડીઝમાં વિકસતી હતી.


Google NewsGoogle News