યુનોની સલામતી સમિતિમાં કાયમી સભ્યપદ ભારતની ક્ષમતા બહારનું નથી : ડેનીસ ફ્રાંસીસ

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
યુનોની સલામતી સમિતિમાં કાયમી સભ્યપદ ભારતની ક્ષમતા બહારનું નથી : ડેનીસ ફ્રાંસીસ 1 - image


- મહાસભાનાં પ્રમુખ પદેથી આપેલા વક્તવ્યમાં કહ્યું : ગ્લોબલ સાઉથનો અવાજ વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે જી-૨૦માં આફ્રિકી સંઘને સ્થાન આપવા માટે ભારતની કાર્યવાહી પ્રશંસનીય છે

યુનો : ભારત જ્યારે યુનોની સલામતિ સમિતિ (યુ.એન.એસ.સી.)માં સ્થાયી સભ્યપદ માટે પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે યુનોની મહાસભાના પ્રમુખ પદે રહેલા (દ. આફ્રિકા) ડેનિસ ફ્રાંસીસે કહ્યું હતું કે કાયમી સભ્યપદ માટેની જવાબદારી ઉઠાવવી તે ભારતની ક્ષમતા બહારનું નથી. તે ઘણી ભારે મોટી જવાબદારી છે. પરંતુ ભારત તે વહન કરવાની પૂરી ક્ષમતા ધરાવે છે, તેમ પણ ફ્રાંસીસે કહ્યું હતું.

મારે સૌથી પહેલાં તો યુનોની સલામતી સમિતિના કાયમી સભ્ય થવા માટેની ભારતની આકાંક્ષા માટે તેને અભિનંદનો આપું છું. મને ખાતરી છે કે તે જવાબદારી ઊઠાવવી તે ભારત સરકારની ક્ષમતા બહારની વાત નથી. પ્રશ્ન તે છે કે તે ક્યારે બની શકશે. કે જ્યારે ભારત અન્ય સ્થાયી સભ્યો તરીકે યુનોની સલામતિ સમિતિમાં સ્થાન લઈ શકશે.

આ સાથે તેઓએ કહ્યું હતું કે, યુનોની સલામતિ સમિતિનું બદલાવ તે કૈં એક વખતે બનતી ઘટના નથી. તે તો સતત ચાલી રહેલી ક્રિયા છે.

આ સાથ ફ્રાંસીસે વૈશ્વિક દક્ષિણનો અવાજ બનવા માટે તથા આફ્રીકી સંઘને પણ જી-૨૦માં સામેલ કરવા માટે ભારતની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માસ્ટર સ્ટ્રોક હતો.

ભારતની ભારોભાર પ્રશંસા કરતાં યુનોની મહાસભાના આ પ્રમુખે વધુમાં કહ્યું હતું કે, ભારત વિશ્વ માટે ક્યારનું એ આદર્શરૂપ બની રહ્યું છે. આટલી વિવિધ સંસ્કૃતિઓ, આટલી વિવિધ ભાષાઓ સાથે ભારત એક વૈવિધ્ય સભર અને સમૃદ્ધ દેશ બની રહ્યો છે. આ રીતે તે રાજકીય સાફલ્ય માટે વિશ્વને સંદેશો આપે છે. મને તો લાગે છે કે ભારત પાસેથી માત્ર વૈશ્વિક દક્ષિણે જ નહીં, પણ સમગ્ર આંતરરાષ્ટ્રીય સમાજે પણ તેની પાસેથી ઘણું ઘણું શીખવાનું છે.


Google NewsGoogle News