શહેર છોડીને ગામડાઓમાં રહેવા લાગ્યા આ દેશના લોકો, જાણો શું છે તેની પાછળનું કારણ

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
શહેર છોડીને ગામડાઓમાં રહેવા લાગ્યા આ દેશના લોકો, જાણો શું છે તેની પાછળનું કારણ 1 - image


તા. 18 ઓક્ટોબર 2023, બુધવાર 

ભલે આપણા દેશમાં મોટાભાગના લોકો ગામડાઓ છોડીને શહેરોમાં સ્થાયી થવા માંગે છે, પરંતુ યુરોપના એક દેશમાં લોકો શહેરો છોડીને ગામડાઓમાં વસવાટ કરી રહ્યા છે. જોકે, યુરોપના અન્ય દેશોમાં આવું નથી ત્યાં પણ, ભારતની જેમ, લોકો ગામડાઓ છોડીને શહેરોમાં સ્થાયી થવા માંગે છે. પરંતુ જર્મનીમાં કંઈક અલગ જ ચાલી રહ્યું છે. 

હકીકતમાં, જર્મન શહેરોમાં રહેતા ઘણા લોકો ગામડાઓમાં સ્થળાંતર કરવા માંગે છે. 

આશ્ચર્યની વાત એ છે ,કે 1990માં જર્મનીના એકીકરણ બાદ પૂર્વ જર્મનીના રાજ્યોમાં ઘણા ગામો ખાલી થઈ ગયા. તે જ સમયે, બર્લિન અને મ્યુનિક જેવા શહેરોની વસ્તી 2000 અને 2020 વચ્ચે 20 ટકા વધી છે. જ્યારે વિદ્યાર્થીઓ નોકરીની શોધમાં વિદેશ જઈ રહ્યા છે, ત્યારે 30થી 49 વર્ષની વયના લોકો શહેરોમાંથી સ્થળાંતર કરી રહ્યા છે. તેમાંથી 25થી 29 વર્ષની વયના લોકો પણ 2017થી શહેરો છોડી રહ્યા છે.

બર્લિન ફોર પોપ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટે પોતાના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, હવે પહેલા કરતા વધુ લોકો ગામડાઓ તરફ જઈ રહ્યા છે. 2021માં બે તૃતીયાંશ ગ્રામીણ સમુદાયોમાં વસ્તીમાં વધારો થયો હતો, જ્યારે એક દાયકા પહેલા આ આવા ચારમાંથી માત્ર એક સમુદાયમાં જોવા મળતું હતું.

સંશોધકોએ જર્મનીના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં છ સમુદાયોમાં એક સપ્તાહ ગાળ્યું, જ્યાં વસ્તી વધી રહી છે. આ દરમિયાન, જ્યારે તેમણે લોકો સાથે વાત કરી, જેમાં જાણવા મળ્યુ કે, લોકો અહીં આવવું પસંદ કરે છે કારણ કે અહીં લોકો એકબીજા સાથે વધુ જોડાયેલા છે. આ ઉપરાંત, તે ખૂબ સસ્તું પણ છે. આમાંના ઘણા લોકો કહે છે કે ,તેઓ પ્રકૃતિની નજીક વધુ સસ્તું અને ઓછી વસ્તીવાળા સ્થળોએ રહેવા માંગે છે. એટલા માટે તેઓ શહેર છોડીને ગામમાં રહેવા માંગે છે. જો કે, એવું બિલકુલ નથી કે જર્મનીના ગ્રામીણ વિસ્તારોમાં વસ્તી ઝડપથી વધી રહી છે.


Google NewsGoogle News