અજીબોગરીબ ફેસ્ટિવલ: આ દેશના લોકો એકબીજા પર સંતરા ફેંકીને કરે છે આ ખાસ તહેવારની ઉજવણી
Image Source: Freepik
રોમ, તા. 28 ઓગસ્ટ 2023 સોમવાર
યુનેસ્કો-લિસ્ટેડ ઇટાલિયન શહેર ઈવેરામાં એક સંતરાને એકબીજા પર મારીને તહેવાર મનાવવામાં આવે છે. પોપ્યુલર હિસ્ટોરિક કાર્નિવલ શ્રોવ ટ્યૂસડે નો જશ્ન મનાવતા ત્યાંના લોકો એકબીજા પર લગભગ 6 લાખ કિલોગ્રામ સંતરા ફેંકે છે.
લડતનો હેતુ સ્થાનિક લોકો અને રોયલ નેપોલિયન સૈનિકોની વચ્ચે 12મી સદીની લડતને ફરીથી રીક્રિએટ કરવાનો છે. સંતરાને પોતાની સાથે રાખતા લોકો અરન્સેરી જેમને ડ્યૂકની સેના પણ કહેવામાં આવે છે. પગપાળા ચાલતા લોકો ક્રાંતિકારી તરીકે આવીને ગાડીઓમાં સવાર અરન્સેરી વિરુદ્ધ સંતરા ફેંકે છે. આ કાર્નિવલમાં સંતરાને જૂના હથિયારો અને પથ્થરોનું પ્રતિનિધિત્વ માનવામાં આવે છે, જેને લોકો એકબીજા પર ફેંકે છે.
ઈટલીમાં આયોજિત થનાર આ તહેવાર દેશના સૌથી મોટા ફૂડ ફાઈટ્સ પૈકીનો એક છે, જે સમગ્ર દુનિયામાં આયોજિત થતા અજીબોગરીબ તહેવારની યાદીમાં છે. ઓરેન્જની લડત ઈટલીમાં સૌથી ક્રેઝી અને સૌથી પ્રતીક્ષિત તહેવારો પૈકીનો એક છે.
આ રમત મધ્યયુગીન પરંપરા, જે 1808માં સ્થાપિત કરવામાં આવી હતી. આ એક ત્રણ દિવસીય તહેવાર છે. આ રોમાંચક કાર્નિવલને જોવા અને તેમાં સામેલ થવા માટે વાર્ષિક એક લાખથી વધુ દર્શક ઈવેરા માટે સફર કરે છે.
આ એક આઉટડોર ફેસ્ટિવલ છે, જ્યાં દર્શકોને ઈટલીના અતીતના સૌથી મહત્વપૂર્ણ વળાંકોમાંથી એકને ફરીથી જીવવાની તક મળે છે. આ લડત તે લોકોની કહાની જણાવે છે જે એક અત્યાચારી સરકાર વિરુદ્ધ વિદ્રોહ કરી રહ્યા છે. આ ફેસ્ટિવલમાં ઝાંખીઓ, મ્યૂઝિક, ડાન્સ પણ થાય છે. ઈટલી અને યુરોપના તમામ ખૂણામાંથી લોકો આવે છે.