ટ્રુડોનો દેશ છોડી લોકો બહાર જઈ રહ્યા છે, કેનેડામાં રહેવું મુશ્કેલ છે : આવકના 30 ટકા મકાનભાડામાં જાય છે
લોકો કેનેડા છોડી જતાં તેનાં અર્થતંત્ર પર ઘેરી અસર થઇ છે
૨૦૨૧માં ૮૫,૯૨૭ લોકોએ કેનેડા છોડયું : ૨૦૨૨માં ૯૮,૮૧૮ લોકો કેનેડા છોડી જતા રહ્યા, ૨૦૨૩ના પહેલા ૬ મહિનામાં જ ૪૨૦૦૦ લોકોએ કેનેડા છોડી દીધું છે
વાનકુવર (કેનેડા) : ભારતના લોકોની જેમ જ, અન્ય દેશોના લોકો પણ વધુ સારાં જીવનની શોધમાં વિદેશોમાં જઇ વસે છે. કેનેડા વિશેષતઃ પંજાબના લોકોને આકર્ષે છે. પરંતુ હવે ત્યાં મોંઘવારી અત્યંત વધી ગઈ છે. ઘરભાડાં, સામાન્ય માનવીની સરેરાશ આવકના ૩૦ ટકા જેટલું પહોંચી ગયું છે. પ્રાપ્ય માહિતી પ્રમાણે ૨૦૨૩ના પહેલા છ મહિનામાં જ ૪૨,૦૦૦ લોકો કેનેડા છોડી બીજે જતા રહ્યા છે. તેનું મૂળ કારણ કેનેડા સરકારની ખોટી આર્થિક નીતિ છે, બીજું કારણ તેની સરકારની નિર્બળ નીતિઓ છે. હવે તો કેનેડાના જ નાગરિકો માટે જીવન મોંઘુ બની ગયું છે, ત્યાં ભારતીયોની વાત જ કરવાની જરૂર રહેતી નથી. તેમને તો ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
અન્ય વાત તે છે કે કેનેડામાં તેના નાગરિકોમાં વૃદ્ધોની સંખ્યા વધી ગઈ છે. યુવાન વર્ગ ઓછો છે તેથી કાર્યક્ષમતામાં ઓટ આવે છે. વળી છેલ્લે છેલ્લે ત્યાં ચાલી રહેલી ખાલીસ્તાની ચળવળ દેશમાં અશાંતિ ઉભી કરી છે. તેથી પ્રવાસીઓ આવતા ઘણા ઓછા થઇ ગયા છે. કેનેડાની આવકનાં સ્રોતોમાં પ્રવાસીઓ દ્વારા મળતી આવક બહુ મહત્ત્વની આપૂર્તિ તેનાં અંદાજપત્રમાં કરે છે. હવે તે સંખ્યા ઘણી ઘટી ગઈ છે. તો બીજી તરફ કેનેડામાં જઇ વસેલા વિદેશીઓ હવે કેનેડા છોડી રહ્યા છે, અને તેમની સંખ્યા છેલ્લા ૩ વર્ષથી વધતી જ રહી છે.
૨૦૨૧માં ૮૫,૯૨૭ લોકોએ કેનેડા છોડી દીધું, ૨૦૨૨માં ૯૮,૮૧૮ લોકો કેનેડા છોડી ગયા. જ્યારે ૨૦૨૩ના પહેલા છ મહિનામાં જ ૪૨,૦૦૦ લોકો કેનેડા છોડી ગયા છે.
કેનેડામાં દાયકાઓ પહેલેથી મંષ્વીમો (શિખો) જઇ વસ્યા છે. તેનો પૈકી કેટલાકે ખાલીસ્તાન આંદોલન ત્યાં ભડકાવતાં અન્ય ભારતીયો પણ કેનેડા છોડી રહ્યા છે. જે ૪૨,૦૦૦ લોકો કેનેડા છોડી (૨૦૨૩ના પહેલા છ મહિનામાં જતા રહ્યા છે તેમાં એન્જિનિયરો, અને ટેક્નિશ્યનોનો સમાવેશ થાય છે. તેઓની સંખ્યા ઘટતાં કેનેડાનો આર્થિક વિકાસ પણ મંદ પડી રહ્યો છે. તેમ અગ્રીમ સમાચાર એજન્સીઓ જણાવે છે.