ઉત્તર કોરિયાએ અમેરિકા પર પરમાણુ બોમ્બ ઝીંકવા અત્યાધુનિક મિસાઇલ બનાવી, પેંટાગોનનું ‘રેડ ઍલર્ટ’
North Korea Nuclear Bomb Missile : ઉત્તર કોરિયાના તાનાશાહ કિન જોંગ ઉન અમેરિકાને સૌથી મોટો દુશ્મન દેશ માને છે. પેંટાગોનના ટોચના અધિકારીએ ચેતવણી આપી છે કે, ઉત્તર કોરિયા અમેરિકામાં ગમે તે સ્થળે હુમલો કરવાની યોજના બનાવી છે અને તેણે ઇન્ટરકૉન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ(ICBM)ના સીરિયત ઉત્પાદન વધારવાની તૈયારી શરુ કરી દીધી છે. ઉત્તર કોરિયાના તાનાશાહ આ મિસાઇલથી અમેરિકામાં ગમે તે સ્થળે હુમલો કરીને તબાહી મચાવી શકે છે.
ઉત્તર કોરિયા અમેરિકામાં પરમાણુ હુમલો કરશે?
તેમણે કહ્યું કે, કિમ જોંગ-ઉનનું પ્રશાસન કદાચ અમેરિકા પર પરમાણુ હુમલો કરાવ માટે સક્ષમ મિસાઇલોનું ઉત્પાદન કરી રહ્યું છે. જનરલ ગ્રેગરી ગુઇલોટે ચેતવણી આપી છે અને તેમાં કહ્યું છે કે, ઉત્તર કોરિયાના સોલિડ ફ્યૂલ પ્રોપેલેન્ટ ડિઝાઇનનો અર્થ છે કે, કિમ જોંગ ઉન ઓછા સમયમાં અમેરિકા પર હુમલો કરી શકે છે.
ઉત્તર કોરિયાએ ઑક્ટોબરમાં મિસાઇલનું ટેસ્ટિંગ કર્યું હતું
અમેરિકાના અધિકારીઓએ ‘ઉત્તર કોરિયાએ ઑક્ટોબરમાં હ્વાસોંગ-19 ICBMનું ટેસ્ટિંગ કર્યું હતું. તે જોતાં સંકેત આપ્યા છે, તેમણે ચેતવણી આપી છે કે, પ્યોંગયાંગના નિવેદન પરથી જાણવા મળ્યું છે કે, ઉત્તર કોરિયા ‘રિસર્ચ ઍન્ડ ડૅવલપમેન્ટ’ તબક્કાને આગળ વધારી બહોળી સંખ્યામાં મિસાઇલોનું ઉત્પાદન કરવા માંગે છે.
ઉત્તર કોરિયાથી ગભરાયું અમેરિકા?
અમેરિકી અધિકારીએ કહ્યું કે, ‘યુક્રેન સામે યુદ્ધ લડતાં ઉત્તર કોરિયાના સૈનિકો જીવ જોખમમાં નાખવાની ક્ષમતા ધરાવે છે અને તેઓ કોઈપણ હદ પાર કરી શકે છે. અધિકારીની ચેતવણી બાદ અમેરિકા ચિંતિત થઈ ગયું છે. યુએસ ઇન્ડો-પેસિફિક કમાન્ડના પ્રમુખ એડમિરલ સૈમુઅલ પાપારોએ નવેમ્બરમાં ઇન્સ્ટીટ્યુશનના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ‘ઉત્તર કોરિયા સતત મિસાઇલોનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. જોકે તેમણે એમ પણ કહ્યું કે, આ મુદ્દે હાલ અમેરિકા પાસે કોઈપણ પુરાવા નથી કે, ઉત્તર કોરિયાએ ICBM ક્ષમતા મેળવી લીધી છે. ઉત્તર કોરિયાના તાનાશાહે આ મિસાઇલને દુશ્મનોને રોકવા માટેની હથિયાર ગણાવી છે.
આ પણ વાંચો : અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને મસ્કે એક જ દિવસમાં 10000 સરકારી કર્મચારીઓની નોકરી છીનવી