Get The App

દુનિયાએ શાંતિથી રહેવુ હોય તો હિન્દુ ધર્મના મૂલ્યોમાંથી પ્રેરણા લેવી જોઈએઃ થાઈલેન્ડના પીએમ

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
દુનિયાએ શાંતિથી રહેવુ હોય તો હિન્દુ ધર્મના મૂલ્યોમાંથી પ્રેરણા લેવી જોઈએઃ થાઈલેન્ડના પીએમ 1 - image

image : twitter

બેંગકોક,તા.25 નવેમ્બર 2023,શનિવાર

દુનિયાના ઘણા હિસ્સાઓમાં અત્યારે અશાંતિ છે અને યુધ્ધ જેવો માહોલ છે ત્યારે થાઈલેન્ડના વડાપ્રધાન શ્રેથા થાવિસિનનુ માનવુ છે કે, દુનિયામાં શાંતિ સ્થાપવા માટે હિન્દુ ધર્મના મૂલ્યોમાંથી પ્રેરણા લેવાની જરુર છે.

બેંગકોકમાં હાલમાં ત્રીજી વિશ્વ હિન્દુ કોંગ્રેસનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેની પાછળનો હેતુ દુનિયામાં હિન્દુઓની પ્રગતિશીલ અને પ્રતિભાશાળી સમાજ તરીકેની ઓળખને વધારે મજબૂત કરવાનો છે. આ બેઠકના ઉદઘાટન સત્રમાં થાઈલેન્ડના પીએમ થાવિસિન કોઈ કારણસર હાજર રહી શક્યા નહોતા પણ તેમણે મોકલેલો સંદેશો વાંચવામાં આવ્યો હતો.

જેમાં તેમણે કહ્યુ હતુ કે, અશાંતિ અને ઉથલ પાથલ સામે ઝઝૂમી રહેલી દુનિયાએ હિન્દુ ધર્મના અહીંસા, સત્ય, સહિષ્ણુતા, સદભાવ જેવા મૂલ્યોમાંથી શીખવાની જરુર છે. તેનાથી દુનિયામાં શાંતિ સ્થપાઈ શકે તેમ છે.

દરમિયાન વિશ્વ હિન્દુ કોંગ્રેસ દ્વારા આ બેઠકમાં એક અગત્યની જાહેરાત કરીને હિન્દુવાદ શબ્દને ઉપયોગ નહીં કરવાનુ નક્કી કરાયુ હતુ. તેની જગ્યાએ હિન્દુત્વ શબ્દને વધારે યોગ્ય ઠેરવવામાં આવ્યો હતો. આ બેઠકમાં થયેલા ઠરાવમાં કહેવાયુ હતુ કે, હિન્દુવાદ શબ્દ દમન અને ભેદભાવને પ્રગટ કરે છે. તેની જગ્યાએ હિન્દુત્વ શબ્દ વધારે ઉચિત છે. કારણકે તેમાં હિન્દુ શબ્દના તમામ અર્થ સામેલ છે.


Google NewsGoogle News