Get The App

પુતિને ઝેલેન્સ્કીના યુદ્ધ વિરામના પ્રસ્તાવને ઠુકરાવ્યું, રશિયાએ કહ્યું- ‘અમારી આ ચાર શરતો માનશે તો...’

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
પુતિને ઝેલેન્સ્કીના યુદ્ધ વિરામના પ્રસ્તાવને ઠુકરાવ્યું, રશિયાએ કહ્યું- ‘અમારી આ ચાર શરતો માનશે તો...’ 1 - image


યુક્રેનની શરતોએ શાંતિ મંત્રણા થઇ શકે તે માટે યુક્રેને રશિયાના ક્રુકેસ્ક વિસ્તારમાં ૧ હજાર ચો.કી.થી વધુ વિસ્તાર કબ્જે કર્યો પરંતુ તેથી ફેર નથી પડયો

મોસ્કો: શાંતિ મંત્રણાનો કોઈ પ્રશ્ન જ નથી.

ઓગસ્ટ ૬ના દિને કુર્કસ્ક વિસ્તારમાં અચાનક હુમલો કરી રશિયાનો ૧૦૦૦ ચો.કિ.મી જેટલો વિસ્તાર કબ્જે કર્યા પછી યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીવે યુદ્ધ વિરામ અને શાંતિ મંત્રણા માટે કરેલા પ્રસ્તાવ અંગે રશિયાએ રોકડું પરખાવી દીધું હતું. વાસ્તવમાં યુક્રેને આ હુમલો એટલા માટે કર્યો હોવાનું ઝેલેન્સ્કીનું કહેવું છે કે તે દ્વારા તે રશિયાને નીચું જોવડાવી યુદ્ધ વિરામ અને શાંતિ મંત્રણા માટે ફરજ પાડી શકે.

મૂળ હકીકત તે છે કે રશિયા જ્યારે પોકોવસ્ક વિસ્તાર કબ્જે કરવા પૂર્વોત્તર યુક્રેનમાં ભીંસ વધારી રહ્યું હતું ત્યારે તેનું ધ્યાન માત્ર તે વિસ્તાર પર જ હતું. કુર્કસ વિસ્તાર પ્રત્યે બે ધ્યાન હતું. તેનો લાભ લઇ યુક્રેને ઓચિંતો જબરજસ્ત હુમલો કરી ૬ ઓગસ્ટે કુર્કસ્ક વિસ્તારમાં ૧ હજાર ચો.કી.મીથી પણ વધુ પ્રદેશ કબ્જે કર્યો હતો.

આથી ધૂંધવાઈ ઊઠેલાં રશિયાએ તે ઘટનાને ગંભીર ઉશ્કેરણી જનક કહી દીધી હતી. રશિયનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મારિયા ઝખારોવાએ જણાવ્યું હતું કે રશિયા હંમેશા યુક્રેન યુદ્ધ બંધ થાય તેમ જ ઇચ્છે છે. સાથે મંત્રણા પણ શરૂ થાય તેમ પણ ઇચ્છે છે. પંરતુ તાજેતરની ઘટનાઓએ દર્શાવી આપ્યું છે કે યુક્રેન કટોકટી શાંતિ મંત્રણાથી અળગી પડી ગઇ છે.

રશિયાની શાંતિ દરખાસ્તો અંગે પૂછતાં ઝખારોવાએ પત્રકારોને કહ્યું હતું કે શાંતિ મંત્રણા માટે પ્રમુખ પુતિને પહેલેથી જ કેટલીક શરતો મુકી છે. જેવી કે ઃ ડોનેત્સ્ક, લુગાંસ્ક, ઝામોરોઝિયે અને ખેરસનના રશિયાના નવા વિસ્તારોમાંથી યુક્રેનનાં દળોને પાછાં ખેંચી લેવાં યુક્રેને નાટોનું સભ્ય ન બનવું, પશ્ચિમે રશિયા ઉપર મુકેલા પ્રતિબંધો દૂર કરવા અને યુક્રેનનાં વસતા રશિયન ભાષીઓના અધિકારોનો યુક્રેને સ્વીકાર કરવો.

યુક્રેને આ દરખાસ્તોને બનાવટી અને ઉભી કરેલી કહેવા સાથે અર્થહીન કહી હતી. ઉપરથી પ્રમુખ પુતિન ઉપર શાંતિ સ્થાપનારનો દંભ કરતા હોવાનો આક્ષેપ મુકવા સાથે યુક્રેનનાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, પુતિનને શાંતિની ઇચ્છા જ નથી. તેઓ તો વિશ્વને બે ભાગમાં વહેંચી નાખવા માગે છે. રશિયાની યોજના કૈં શાંતિ માટે નથી, પરંતુ યુદ્ધ સતત ચાલુ રાખવાની છે, અને યુક્રેન ઉપર કબ્જો જમાવી દેવાની છે, યુક્રેનના લોકોનો નાશ કરવાની છે, અને પછી તેઓ યુરોપ ઉપર પણ કબ્જો જમાવી દેવા માગે છે.

કુર્કસ્કમાં બનેલી તાજેતરની ઘટનાઓ અંગે ઝખારોવાયે કહ્યું : તમો જાણો જ છો કે ઓગસ્ટમાં ઝેલેન્સ્કી સરકારે કુર્કસ્ક વિસ્તારમાં દગાખોરી ભરેલો ત્રાસવાદી હુમલો કર્યો હતો. આ સાથે કીમે તે છુપાવ્યું પણ ન હતું કે તે આટલા વિસ્તાર ઉપર કબ્જો જમાવી રશિયાને શાંતિ મંત્રણા માટે ફરજ પાડવા માગે છે.

ટૂંકમાં આ યુદ્ધનો તત્કાળ તો કોઈ અંત દેખાતો નથી. બંને પક્ષો એકબીજા સામે અડીને ઉભા છે. યુદ્ધ કેટલો સમય ચાલશે તે પણ કોઇ કહી શકે તેમ નથી તેવું નિરીક્ષકોનું સ્પષ્ટ મંતવ્ય રહ્યું છે.


Google NewsGoogle News