Get The App

રેસ્ટોરન્ટમાં ડીનર માટે 38 લાખ રૂપિયા બિલ ચુકવ્યુ, લોકોની આંખો ફાટી ગઈ

Updated: Oct 16th, 2021


Google NewsGoogle News
રેસ્ટોરન્ટમાં ડીનર માટે 38 લાખ રૂપિયા બિલ ચુકવ્યુ, લોકોની આંખો ફાટી ગઈ 1 - image

નવી દિલ્હી,તા.16 ઓકટોબર 2021,શનિવાર 

રેસ્ટોરન્ટમાં તમે ડિનર કરવા જાવ અને બિલ લાખો રૂપિયામાં આવે તેવુ બને ખરૂ?

લંડનની એક વ્યક્તિએ નાઈટસબ્રિજ વિસ્તારની પાર્ક ટાવર હોટલમાં ભોજન કરવા માટે 38 લાખ રૂપિયાનુ બિલ ચુકવ્યુ છે. જોકે આ બિલ જોઈને લોકો મોંઘીદાટ વાનગીઓ માટે રેસ્ટોરન્ટને ટ્રોલ કરી રહ્યા છે.

રેસ્ટોરન્ટ તુર્કીના મશહૂર શેફ સોલ્ટ બેનુ છે. જ્યાં દરેક ડિશના ભાવ આંખો પહોળી થઈ જાય તેવા છે. એક યુઝરે તાજેતરમાં અહીંયા ભોજનનુ બિલ શેર કર્યુ હતુ. જેમાં 22 વસ્તુઓ સામેલ હતી અને બિલની રકમ 37000 પાઉન્ડ થવા જતી હતી. જેમાં 5000 પાઉન્ડ તો સર્વિસ ચાર્જ હતો. ભારતીય ચલણમાં ગણીએ તો આ રકમ 38  લાખ રૂપિયા થવા જાય છે.

આ બિલને જોકે હવે સોશયલ મીડિયા પ્લેટફોર્મ રેડડીટ પરથી હટાવી લેવાયુ છે પણ ઘણા યુઝર્સ બિલની રકમની ટીકા કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી હતી કે, આના કરતા તો તુર્કી જઈને સોલ્ટ બેની ત્યાંની રેસ્ટોરન્ટમાં ખાવાનુ સસ્તુ પડે તેમ છે.


Google NewsGoogle News