એન્ટાર્કટિકામાં પ્રથમ વાર રોગજન્ય એવિયન ઇન્ફલૂએંઝા વાયરસ મળ્યો

આજેર્ન્ટિનાના વૈજ્ઞાનિકોનું એન્ટાર્કટિકાના બેસ પ્રિમવેરા પાસે સંશોધન

દક્ષિણ ક્ષેત્રની વિશાળ પેંગ્વિન કોલોનીઓને ખતરો વધી ગયો છે

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
એન્ટાર્કટિકામાં પ્રથમ વાર રોગજન્ય એવિયન ઇન્ફલૂએંઝા વાયરસ મળ્યો 1 - image


ન્યૂયોર્ક, ૨૭ ફેબુ્આરી,૨૦૨૪,મંગળવાર 

એન્ટાર્કટિકામાં પ્રથમ વાર વૈજ્ઞાાનિકોએ એવિયન ઇન્ફલૂએંઝા વાયરસ હોવાની પુષ્ઠિ કરી છે. આ સાથે જ એન્ટાર્કટિકાના દક્ષિણ  ક્ષેત્રની વિશાળ પેંગ્વિન કોલોનીઓને ખતરો વધી ગયો છે. એન્ટાર્કટિકાની આસપાસના દ્વીપો પર  લાખો પેંગ્વિનની વસાહતો આગવી ઓળખ રહી છે.  આર્જન્ટિનાના હાયર કાઉન્સિલ ફોર સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશનના જણાવ્યા અનુસાર આ શોધ પ્રથમ વખત દર્શાવે છે કે હાઇલી એવિએશન ઇન્ફલુએન્ઝા વાયરસ અંતર અને કુદરતી અવરોધો હોવા છતાં એન્ટાર્કટિકામાં પહોંચી ગયો છે. 

૨૪ ફેબુ્રઆરીના રોજ મૃત સ્કુઆ સમુદ્રી પક્ષીઓના નમુનાની તપાસ કરતા વાયરસ મળી આવ્યો હતો.  નિષ્ણાતોનું માનવું છે કે પક્ષીઓને એવિયન ઇન્ફલુએન્ઝાના એચ ફાઇવ પેટા પ્રકારના વાહક તરીકે ઓળખવામાં આવે છે જેમાં ઓછામાં ઓછું એક પક્ષી વાયરસ સંક્રમણ ધરાવતું હોય છે.  આજર્ન્ટિનાના વૈજ્ઞાાનિકોની ટીમ એન્ટાર્કટિકાના બેસ પ્રિમવેરા નજીકના સ્થળે હતી ત્યારે વાયરસ ધ્યાનમાં આવ્યો હતો. આ સાથે જ  જેંટૂ પેંગ્વિન સહિત આસપાસના દ્વીપો પર વાયરસનો ખતરો ઉજાગર થયો છે. આ વાયરસ દુનિયા ભરની પક્ષીઓનો નાશ કરી શકે તેવો ખતરનાક છે ત્યારે એન્ટાર્કિટકાની ઇકો સિસ્ટમમાં પ્રવેશ ચિંતાજનક માનવામાં આવે છે.  



Google NewsGoogle News