આ ખતરનાક રેલ્વે ટ્રેક પરથી ટ્રેન પસાર થાય ત્યારે મુસાફરો ડરવા લાગે છે
હજારો ફૂટની ઉંચાઇએ આવેલા ટ્રેક પરથી ટ્રેન પસાર થાય છે
એવા ડેન્જર્સ ટ્રેક છે જયાં પર્વત,જંગલ અને સમુદ્ર વચ્ચેથી નિકળે છે
ટોકયો,29 જૂન,2024,શનિવાર
સલામત મુસાફરી થઇ શકે તે માટે રેલ્વે ટ્રેકની નિયમિત મરામત કરવામાં આવે છે. ખાસ કરીને ટ્રેક પર કોઇ ખતરનાક વળાંક કે જોખમ ના હોય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. નવાઇની વાત તો એ છે કે દુનિયામાં એવા ડેન્જર્સ ટ્રેક છે જયાં પર્વત,જંગલ અને સમુદ્ર વચ્ચેથી નિકળે છે. હજારો ફૂટની ઉંચાઇએ આવેલા ટ્રેક પરથી ટ્રેન પસાર થાય છે ત્યારે રોમાંચ અને ડર બંનેનો અનુભવ થાય છે.
જાપાનમાં યુકોન બંદરગાહને જોડનારો વ્હાઇટ પાસ અને યુકોન રેલ્વે ટ્રેક સાહસને પોષે તેવો છે. આ રુટ પર ટ્રેન ૩ હજાર ફૂટની ઉંચાઇ પરથી પસાર થાય છે. ઘુમાવદાર ટ્રેક હોવાથી ટ્રાવેલ દરમિયાન પ્રવાસીઓને ખૂબ ડર લાગે છે. પ્રથમ વાર મુસાફરી કરવીએ સાહસ અને પડકારથી ભરેલી છે. આ રુટને એસો મિનામી રુટ કહેવામાં આવે છે. ૨૦૧૬માં કુમામોટોમાં આવેલા ભૂકંપ દરમિયાન ટ્રેકનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. જવાળામુખીની નજીક આવેલો હોવાથી રેલ્વે ટ્રેકમાં મુસાફરી કરવી વધુ જોખમી છે. અચાનક ફાટી નિકળતા જવાળામુખી અંગે આગોતરી જાણકારી મળતી નથી. આ રુટ પર જવાળામુખીઓના લાવાથી સળગતા જંગલ જોતા ભયાનક દ્રષ્ય ખડું થાય છે.
આર્જન્ટિનામાં સલ્ટા ચિલી પોલનેરિલોથી જોડનારો ૨૧૭ કિમી લાંબો રેલ્વે ટ્રેક જેને ટ્રેન એ લાલ નુબ્સ નામથી ઓળખવામાં આવે છે. આ ટ્રેક પર ટ્રેન હંમેશા સમુદ્ર તળથી ૪૨૦૦ ફૂટની ઉંચાઇએ ચાલે છે. ટ્રેન તેના રુટ દરમિયાન ૨૯ પૂલ અને ૨૧ સુરંગોમાંથી પસાર થાય છે. ૨૭ વર્ષની મહેનત પછી તૈયાર કરવામાં આવેલા આ ટ્રેકને ૧૯૪૮માં પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
ઇકવાડોરમાં ડેવિલ્સ નોઝ ટ્રેનને દુનિયાના સૌથી અઘરા રેલ્વે ટ્રેક માંનો એક ગણવામાં આવે છે. આ ટ્રેક સમુદ્રથી ૯ હજાર ફૂટની ઉંચાઇ પર આવેલો છે. તેના નિર્માણ દરમિયાન જમૈકા અને પ્યૂટોરિકાનથી આવેલા ૩૦૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ડેવિલ્સ નોઝ તરીકે ઓળખાતો ટ્રેક ઝીગ ઝેગ પ્રકારનો છે. ૧૨ કિમીના અંતર માટે એક સાથે ૫૦૦ મીટરથી વધુ ઉંચાઇ ચડે છે. આ ટ્રેક દક્ષિણ અમેરિકામાં એન્જીનિયરિંગ ટેકનિક અને સૂઝબૂઝના પ્રતિક સમો છે.
થાઇલેન્ડ ડેથ રેલ્વે રુટ - ડેથ રેલ્વે રુટ દુનિયાના સૌથી ખતરનાક રેલ્વેમાર્ગ માંનો એક છે. ટ્રેન પર્વતો અને ગાંઢ જંગલોમાંથી પસાર થતી આગળ વધે છે. ડેથ રેલ્વેનું નિર્માણ બીજા વિશ્વયુધ્ધ દરમિયાન થયું હતું. ૧૯૫૬માં રેલ્વે ટ્રેકને ખોલ્યા પછી મૂળલાઇનનો માત્ર એક ભાગ જ કાર્યાન્વિત છે. આ રેલ્વે ટ્રેકના નિર્માણ માટે જેલમાં સજા ભોગવતા કેદીઓને કામે લગાડવામાં આવ્યા હતા. રેલ્વે ટ્રેકના નિર્માણ દરમિયાન પુરતી શેફટી નહી રાખવાથી અહીં પણ અનેક શ્રમિકોના મોત હોવાથી આ રેલ્વે માર્ગને ડેથ રેલ્વે કહેવામાં આવે છે.
સ્વિત્ઝર્લેન્ડનો પિલાટસ રેલ્વે ટ્રેક દુનિયાના ખતરનાક અને રોમાંચકારી માર્ગમાંનો એક ગણાય છે. સાહસિક પ્રવાસીઓ પિલાટસ રેલ્વે ટ્રેક પર મુસાફરી કરવાનું ચુકતા નથી. આ રેલ્વે માર્ગની કુલ લંબાઇ૪.૫ કિમી છે. પ્રવાસીઓ ૭૦૦૦ ફૂટની ઉંચાઇએ પ્રવાસ કરવાનો ભરપૂર લાભ લે છે. રેલ્વે ટ્રેક પર ટ્રેન ચડાવવા માટે એન્જીન ચાલકને ખાસ તાલીમ આપીને તૈયાર કરવામાં આવે છે. ખતરનાક ટ્રેક હોવાથી સલામતીના પગલા ભરીને ટ્રાવેલિંગ માટે એન્જોય કરી શકાય તેવો સુવિધા ભરેલો બનાવવામાં આવ્યો છે. ટ્રેન અલ્પનાચસ્તાદથી પિલાટસ સુધી જાય છે. અલ્પાઇન ઘાસના મેદાનો અને પર્વતોનો નજારો જોવા જોવો છે.
ભારતમાં ચેન્નાઇથી રામેશ્વરમનો રેલ્વે રુટ સમુદ્રની ઉપર તૈયાર કરવામાં આવ્યો છે. આ રુટ પર યાત્રા કરવીએ અત્યંત રોમાંચક છે. ટ્રેન પસાર થતી હોય ત્યારે સમુદ્રનો મોજા ટ્રેક પર આવી જાય છે. એ સમયે ટ્રેન ખૂબજ કાળજીથી પાણીની થપાટો સહન કરીને ટ્રેકની સીધી લાઇન પકડીને પસાર થાય છે. પાણીની થપાટોથી ટ્રેક દેખાવો બંધ થાય ત્યારે ટ્રેન દરિયામાં જતી રહેશે એવો પ્રવાસીઓને ભય લાગે છે. ૧૯૧૪માં અંગ્રેજો દ્વારા તૈયાર કરવામાં આવેલા હિંદ મહાસાગર પરના આ રેલ્વે ટ્રેકની લંબાઇ ૨.૩ કિમી છે. દુનિયાના હેરતઅંગેજ ટ્રેકની વાત નિકળે ત્યારે રામેશ્વરમ રુટને અચૂક યાદ કરવામાં આવે છે.
વ્હાઇટ પાસ અને યુકોન રુટ અલસ્કાથી વ્હાઇટ હોર્સ યુકોન બંદરગાહને જોડે છે. અલાસ્કા ટ્રેન રુટ પર કુદરતનો સુંદર નજારો જોઇ શકાય છે પરંતુ ૩૦૦૦ ફૂટની ઉંચાઇ ટ્રેનની મુસાફરી પ્રવાસીઓને ડરનો અનુભવ કરાવે છે. આ ટ્રેક તૈયાર કરવા માટે નેવાના પાણી મોભારે ઉતારવા જેવી મહેનત કરવી પડી હતી. આ ટ્રેકના નિર્માણ માટે ડાયનામાઇટથી વિસ્ફોટ કરીને પહાડ તોડવામાં આવ્યા હતા.
કેપટાઉન માર્ગ દક્ષિણ આફ્રિકાના ખતરનાક માર્ગોમાં ગણાય છે પરંતુ તેના માટે ભૌૈગોલિક કારણો જવાબદાર નથી. આ રુટ પર બનતી હિંસક ઘટનાઓ અને લૂંટફાટના લીધે ભયજનક છે. કેપટાઉન સાર્વજનિક પરિવહન અપરાધનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ રુટ પર રોજ સરેરાશ ૧ ટ્રેન રદ્ કરવી પડે છે. મજબૂરથી પ્રવાસ કરનારા પ્રવાસીઓ આ રુટ પર પોતાને સુરક્ષિત મહેસૂસ કરતા નથી. દક્ષિણ આફ્રિકાનો કેપટાઉન માર્ગ ખરેખર એક ગંભીર બાબત છે.