વિમાનમાં એક આદમી નિર્વસ્ત્ર થઈ એઇઝલ વચ્ચે દોડયો : વિમાન પાછુ ફર્યું : તેની ધરપકડ થઈ

Updated: May 29th, 2024


Google NewsGoogle News
વિમાનમાં એક આદમી નિર્વસ્ત્ર થઈ એઇઝલ વચ્ચે દોડયો : વિમાન પાછુ ફર્યું : તેની ધરપકડ થઈ 1 - image


- ઓસ્ટ્રેલિયાના પર્થથી મેલબોર્ન જતી ડોમેસ્ટિક ફલાઇટમાં બનેલી શરમજનક ઘટના

કેનબેરી : ઓસ્ટ્રેલિયાની એક ડોમેસ્ટિક ફલાઇટ (આંતરિક વિમાન સેવા) પશ્ચિમ તટે રહેલા પર્થથી મેલબોર્ન જતી હતી ત્યાં અચાનક જ એક આદમી તદ્દન નિર્વસ્ત્ર થઈ સીટોની બે હાર વચ્ચેની જગા -એઇઝલ-માં તદ્દન નિર્વસ્ત્ર અવસ્થામાં દોડતા ઘડીભર તો સહપ્રવાસીઓમાં હડકંપ મચી ગયો હતો. અને ફલાઇટ તુર્ત જ પાછી ફેરવવામાં આવી હતી અને પર્થના વિમાનગૃહે જ પોલીસે તેની ધરપકડ કરી હતી. તેમ અધિકારીઓએ મંગળવારે દર્શાવ્યું હતું.

વાસ્તવમાં સોમવારે રાત્રે આ શરમજનક ઘટના બની હતી જેમાં વર્જીન-એરવેઝની ફલાઇટ નંબર VA 696 પર્થના વિમાનગૃહેથી ઉપડી ત્યારે થોડા સમયમાં જ એક યાત્રીએ પોતાના વસ્ત્રો કાઢી નાખ્યા હતાં અને એઇઝલ વચ્ચે દોડવા લાગ્યો હતો.

વિમાનના પાયલોટસ સમક્ષ વિમાનના પ્રવાસીઓ વિષે CCTV ઉપર તમામ દ્રશ્ય દેખાતા જ હોય છે. તેથી પાયલોટે તુર્ત જ વિમાન પર્થના વિમાનગૃહે પાછુ વાળ્યું અને તે બેશરમ પ્રવાસીને પોલીસને સોંપી દીધો.

આપણે આ પહેલાએ વિમાનના પ્રવાસીઓએ કરેલી કુચેષ્ટાઓ વિષે જાણીએ છીએ. એક પ્રવાસીએ તો તેના સહપ્રવાસી મહિલા ઉપર યુરિન કરી હતી.

આ પ્રવાસી નિર્વસ્ત્ર થઇ દોડયો તે માટે તે વિમાન સેવાએ પણ માફી માગી હતી તે અલગ વાત છે.


Google NewsGoogle News