Get The App

એર કેનેડાની ફ્લાઈટ ટેક ઓફ કરવાની તૈયારીમાં હતી અને એક વ્યક્તિ દરવાજો ખોલી કુદી પડ્યો

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
એર કેનેડાની ફ્લાઈટ ટેક ઓફ કરવાની તૈયારીમાં હતી અને એક વ્યક્તિ દરવાજો ખોલી કુદી પડ્યો 1 - image

ટોરન્ટો,તા.11.જાન્યુઆરી.2024

એર કેનેડાની ફ્લાઈટમાંથી એક યુવક દરવાજો ખોલીને કુદી પડવાની ઘટનાએ ચકચાર મચાવી છે.

મળતી વિગતો પ્રમાણે આઠ જાન્યુઆરીએ આ વ્યક્તિ ટોરોન્ટો ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એર કેનેડાની ફ્લાઈટમાં બેઠો હતો.ફ્લાઈટ ટેક ઓફ કરવની તૈયારી કરી રહી હતી અને રન વે પર હતી ત્યારે આ વ્યક્તિએ વિમાનનો દરવાજો ખોલીને 20 ફૂટની ઉંચાઈ પરથી કુદકો મારતા બીજા મુસાફરોમાં હડકંપ મચી ગયો હતો.

આ મુસાફરને નજીવી ઈજા થઈ છે પણ ઘટનાના કારણે ફ્લાઈટને ટેક ઓફ કરવામાં 6 કલાકનો વિલંબ થયો હતો.

એરલાઈન પ્રવક્તાના કહેવા પ્રમાણે મામલાની તપાસ ચાલી રહી છે.ફ્લાઈટમાંથી કુદી પડનાર વ્યક્તિની ધરપકડ કરાઈ છે કે નહીં તેની સ્પષ્ટતા હજી સુધી કરવામાં આવી નથી.

આ બનાવના થોડા દિવસ પહેલા જ એર કેનેડાની ફ્લાઈટમાં 16 વર્ષના કિશોરે એક પરિવાર પર હુમલો કર્યો હતો.તેના કારણે પણ ફ્લાઈટ 3 કલાક મોડી ટેક ઓફ થઈ હતી.આ હુમલામાંપરિવારના સભ્યોને વત્તી ઓછી ઈજાઓ પણ થઈ હતી.


Google NewsGoogle News