ઈંગ્લેન્ડ સહિત યુરોપના અનેક દેશોમાં ભયાનક પૂર, રેલવે સેવાઓ ખોરવાઈ, ચેતવણી જાહેર
યુરોપમાં આ અઠવાડિયે ભારે વરસાદને કારણે નદી કિનારા પર સ્થિત શહેરો પાણીમાં ડૂબ્યા!
Heavy Rains In England: ઈંગ્લેન્ડ સહિત યુરોપના અનેક દેશોમાં મુશળધાર વરસાદને કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે. ઘણાં શહેરો ભારે વરસાદ અને પૂરની ઝપેટમાં આવ્યા છે.હજારો ઘર, રેલવે ટ્રેક, રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. પૂરમાં ફયાસેલા હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારે પવન સાથે આવેલા પ્રચંડ વાવાઝોડાથી એક હજારથી વધુ ઘર અને વ્યાપારી ઈમારતો જળમગ્ન બની છે. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા, ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ઈંગ્લેડની બહાર અને દક્ષિણ-પશ્ચિમ ઈંગ્લેન્ડથી વેલ્સ સુધીના રેલ માર્ગો પર ભૂસ્ખલન અને પૂરને કારણે રેલ સેવાઓ ખોરવાઈ ગઈ છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.અધિકારીઓએ ચેતવણી આપી છે કે,આગામી દિવસોમાં પાણીનું સ્તર વધી શકે છે.લોકો પણ ચિંતામાં મુકાયા છે.
ઉલ્લેખનીય છે કે, યુરોપીન દેશ સ્વીડનના કવિક્કજોક-અરેનજારકામાં પારો માઈનસ 43.6 ડિગ્રી સુધી ગગડી ગયો હતો. સ્વીડનમાં છેલ્લા 25 વર્ષમાં જાન્યુઆરી 2024માં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. બીજ તરફ સ્કેન્ડિનેવિયામાં કડકડતી ઠંડી અને બરફના તોફાનના કારણે શાળાઓ બંધ રાખવામાં આવી છે, જ્યારે પશ્ચિમ યુરોપમાં ભારે પવન અને વરસાદના કારણે પૂરમાં એક વ્યક્તિનું મૃત્યું થયું હતું.