Get The App

'પેરિસ હમ આ રહે હૈ ' પાકિસ્તાન એરલાઈન્સનું સ્લોગન વાઈરલ થતાં લોકોએ ઠેકડી ઉડાવી

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
'પેરિસ હમ આ રહે હૈ ' પાકિસ્તાન એરલાઈન્સનું સ્લોગન વાઈરલ થતાં લોકોએ ઠેકડી ઉડાવી 1 - image


Pakistan Airlines Slogan Viral News | આર્થિક સંકટમાંથી પસાર થઇ રહેલા પાકિસ્તાનની દુનિયામાં ફજેતી થતી રહે છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સે સોશિયલ મીડિયામાં એક પોસ્ટર શેર કરીને પેરિસ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પોસ્ટરમાં એફિલ ટાવર દેખાઈ રહ્યો છે, જ્યારે તેની ટેગલાઈન છે ‘પેરિસ હમ આ રહે હૈ...’  જો કે, ધમકી જેવી લાગતી આ ટેગલાઈનથી સોશિયલ મીડિયામાં પાકિસ્તાનની લોકો ઠેકડી ઉડાવી રહ્યા છે. 

આ પોસ્ટનો હેતુ ઇસ્લામાબાદથી પેરિસની સીધી ફલાઇટ અંગે જાણકારી આપવાનો હતો. આ માટે પાકિસ્તાન એરલાયન્સે એક પોસ્ટર બનાવ્યું છે, જેમાં ફ્રાંસના ધ્વજના બેક ગ્રાઉન્ડમાં એફિલ ટાવર તરફ એક વિમાન ઉડાન ભરી રહ્યું છે. આ જોઈને સામાન્ય લોકોને ગેરસમજ થઈ શકે છે. પાકિસ્તાનની છાપ પણ એક આતંકવાદી દેશની હોવાથી લોકો ‘વી આર કમિંગ’ ટેગલાઈનને ધમકી કહીને ઠેકડી ઉડાવી રહ્નેયા છે. એક યુઝરે તો આ પોસ્ટ પર ટ્વિન ટાવર હુમલાની તસ્વીર શેર કરીને એફિલ ટાવર સાથે હવે પાકિસ્તાનની ફ્લાઈટ ટકરાશે, ત્યાં સુધી કહી દીધું હતું. અનેક લોકોએ આ પોસ્ટરની ડિઝાઇનને બકવાસ અને ડરાવનારી ગણાવી હતી. એક યુઝરે એડને કેવી રીતે મંજૂરી મળી તેની સામે સવાલ ઉઠાવ્યા હતા. સમગ્ર એડ એક આતંકવાદીની ફેકટરી ગણાતા દેશની ધમકી જેવી લાગી રહી છે. 

પ્રાપ્ત માહિતી મુજબ 4 વર્ષ પહેલા પાકિસ્તાન એરલાયન્સની ફલાઇટ ફ્રાંસે પ્રતિબંધિત કરી દીધી હતી. ફ્રાંસ જ નહી યુરોપના ઘણાં દેશોની એરપોર્ટ ઓથોરિટી પાકિસ્તાનની ફલાઇટને ઉતરવાની મંજૂરી આપતી ન હતી. પ્રતિબંધનું કારણ પાયલોટના લાયસન્સમાં અનિયમિતા હતી. જો કે 4 વર્ષ પછી ફલાઇટને યુરોપના ફ્રાંસ દેશ દ્વારા ગ્રીન સિગ્નલ મળતા પાકિસ્તાની ઓથોરિટીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 


Google NewsGoogle News