Get The App

VIDEO: 3000 જેટલાં ભારતીયોની વસતી ધરાવતા દેશમાં ભયાનક ભૂસ્ખલન, 2000 લોકો દટાયાની આશંકા

Updated: May 27th, 2024


Google NewsGoogle News
VIDEO: 3000 જેટલાં ભારતીયોની વસતી ધરાવતા દેશમાં ભયાનક ભૂસ્ખલન, 2000 લોકો દટાયાની આશંકા 1 - image


Papua New Guinea Landslide : 3000 જેટલાં ભારતીયોની વસતી ધરાવતા પપુઆ ન્યૂ ગિનીમાં શુક્રવારે ભયાનક ભૂસ્ખલન થયા બાદ અસંખ્ય ઘરો દટાઈ જતા ભારે જાનમાલને નુકસાન થયું છે, ત્યારે હવે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. એક સમાચાર સંસ્થાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને ટાંકીને કહ્યું છે કે, ભૂસ્ખલનના કારણે કાટમાળ નીચે 2000 લોકો જીવતા દટાઈ ગયા છે.

કાટમાળ નીચે 2000થી વધુ લોકો દટાયા

આ પહેલા આંતરરાષ્ટ્રીય પ્રવાસન સંગઠન (IOM)એ ભૂસ્ખલનના કારણે 670 લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરી હતી. રવિવારે યુએનના સ્થાનિક સંયોજકને લખેલા પત્રમાં દક્ષિણ પેસિફિક ટાપુ રાષ્ટ્રના નેશનલ ડિઝાસ્ટર સેન્ટરના કાર્યકારી નિર્દેશકે જણાવ્યું હતું કે, ભૂસ્ખલન 2000થી વધુ લોકો જીવતા દટાઈ ગયા છે અને મોટો વિનાશ સર્જાયો છે.

ઓસ્ટ્રેલિયાએ મદદ માટે વિમાન-સાધનો મોકલ્યા

ભૂસ્ખલન બાદ કેટલાક લોકોના મોત થયા, તે અંગે જુદી જુદી આશંકા વ્યક્ત કરાઈ છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે, અધિકારીઓએ પીડિતોની સંખ્યાનો અંદાજ કેવી રીતે લગાવ્યો. દરમિયાન પાપુઆ ન્યુ ગિનીમાં ભૂસ્ખલન સ્થળે મદદ કરવા માટે ઓસ્ટ્રેલિયાએ વિમાન અને અન્ય સાધનો મોકલ્યા છે. અહીં પહાડી વિસ્તારોમાં આખીરાત વરસદા પડ્યા બાદ રાહતકાર્યમાં પણ અડચણો ઉભી થઈ રહી છે.

ચાર ફુટબૉલ મેદાન જેટલી જમીન ધસી

ન્યૂ ગિની સરકારે યુએનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ઓછાણાં ઓછા બે હજાર લોકો જીવતા દટાઈ ગયા છે. આ ઉપરાંત ઘણી ઈમારતો, બગીચાઓને પણ નુકસાન થયું છે. ભૂસ્ખલનના કારણે દેશની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થયું છે. રાજધાની પોર્ટ મોરેસ્બીથી લગભગ 600 કિલોમીટર એક સુદૂર ગામમાં આ ભૂસ્ખલન થયું હતું. એવું કહેવાય છે કે, ચાર ફુટબૉલ મેદાન જેટલી જમીન ધસી છે, જેમાં યાંબાલી ગામના લગભગ 150 ઘરો દટાઈ ગયા છે. અધિકારીઓએ કહ્યું કે, હાલ પૂરજોશમાં રાહતકાર્ય ચાલી રહ્યું છે અને કાટમાળ હેઠળથી સતત લાશો કાઢવામાં આવી રહી છે.


Google NewsGoogle News