Get The App

પાંડા સમજ્યો પણ નીકળ્યો કૂતરો, ચીનના પ્રાણી સંગ્રહાલયમાં બબાલ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
પાંડા સમજ્યો પણ નીકળ્યો કૂતરો, ચીનના પ્રાણી સંગ્રહાલયમાં બબાલ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ 1 - image


Chinese Zoo :  ચીનના એક પ્રાણી સંગ્રહાલયમાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. અહીં પ્રવાસીઓ જેને પાંડા સમજીને ખૂબ જ ઉત્સુકતાથી જોઈ રહ્યા હતા, હકીકતમાં તે કૂતરો હોવાનું બહાર આવ્યું. ત્યાર બાદ ત્યાં જોરદાર હંગામો થઈ ગયો હતો. પ્રાણી સંગ્રહાલયમાં હાજર લોકોએ જણાવ્યું કે, અચાનક પાંડાએ ભસવાનું શરુ કર્યું તે પછી સાચી હકીકત બહાર આવી કે આતો કૂતરો હતો. મામલો ગુઆંગડોંગ પ્રાંતમાં આવેલા શાનવેઈ ઝૂનો છે. 


આ વીડિયોને 1.4 મિલિયનથી વધુ શેર થયો

હકીકતમાં પાંડા ચીનનું રાષ્ટ્રીય પ્રાણી છે, પરંતુ પ્રાણી સંગ્રહાલયવાળાઓએ કૂતરાને પાંડા જેવો દેખાડવા માટે કૂતરા પર એ રીતે પેઇન્ટિંગ કર્યું હતું કે તે પાંડા દેખાય. આ વીડિયોને ચીનમાં TikTok પર પોસ્ટ કરવામાં આવ્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 1.4 મિલિયનથી વધુ વખત શેર કરવામાં આવ્યો છે. તો, 7,25,000 થી વધુ યૂઝર્સ આ વીડિયો જોઈ ચૂક્યા છે.

આ પણ વાંચો : વિશ્વની ખતરનાક ઢીંગલી, મ્યુઝિયમમાં કબાટમાં કેદ, અકસ્માતથી લઈને તલાક માટે પણ જવાબદાર

પ્રાણી સંગ્રહાલયવાળાઓ કુતરાને પાંડા બતાવવા કર્યો કલર 

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા અન્ય એક ફોટોમાં તે એક સાઈનબોર્ડ રાખેલું છે. આ સાઈનબોર્ડ પર લખ્યું છે, ‘પેઈન્ટેડ ડોગ્સ’."અમને પાન્ડા ડોગ્સ કહેવામાં આવે છે, પાંડા જેવો દેખાતો પાલતુ કૂતરો છે. ચાઉ ચાઉ દ્વારા તેને કલર કરીને રંગવામાં આવ્યો છે. અમે સૌમ્ય, સ્માર્ટ, મૈત્રીપૂર્ણ, સુંદર અને મનમોહક છીએ."  તો, પ્રાણી સંગ્રહાલયના મેનેજર હુઆંગે કહ્યું કે, અહીંના લોકો માટે કૂતરા સૌથી વધુ આકર્ષણ કેન્દ્ર છે.

જો કે, આવું પહેલીવાર નથી થયું, જ્યારે કોઈ કૂતરાને પાંડા કે અન્ય કોઈ પ્રાણીઓને રંગવામાં આવતા હોય. મે મહિનામાં પૂર્વી જિયાંગસુ પ્રાંતના એક પ્રાણી સંગ્રહાલયમાં પણ લોકો ખૂબ ગુસ્સે થયા હતા. પ્રાણી સંગ્રહાલયે પછી બે કૂતરાઓને પાંડા જેવા દેખાતા કાળા અને સફેદ કલર કરવામાં આવ્યો હતો. જોકે, ખૂબ જ વિરોધ અને લોકો દ્વારા ટિપ્પણીઓ કરવામાં આવતાં આખરે પ્રાણી સંગ્રહાલયે સ્વીકાર્યું કે તેઓએ આવું કર્યું હતું.


Google NewsGoogle News