VIDEO : 32 લોકોની બલિ, ઢગલાબંધ સોનું...,1200 વર્ષ જૂની મજારમાં ખજાના સાથે મળી ચોંકાવનારી વસ્તુઓ
અહીં 1200 વર્ષ જૂની મજારમાંથી અનેક ચોંકાવનારી વસ્તુઓ મળી છે.
વિશ્વભરમાં તમામ દેશોના પ્રાચીન સ્થાનો પર ક્યાંકને ક્યાંક ખોદકામ થતું રહે છે. જેમાં અનેક પ્રકારની ચોંકાવનારી વસ્તુઓ પણ મળતી હોય છે. જેનાથી એ સમયની સંસ્કૃતિ અને લોકો વિશેની વિવિધ માહિતી મળે છે. આ જ પ્રકારે અન્ય એક દેશમાં ખોદકામ કરવામાં આવ્યું હતું. અહીં 1200 વર્ષ જૂની મજારમાં અનેક ચોંકાવનારી વસ્તુઓ મળી છે. આ ખજાનામાં મોટા પ્રમાણમાં સોનુ મળી આવ્યું છે, પરંતુ તેની સાથે લગભગ 32 મૃતદેહો મળી આવ્યા છે. એવું માનવામાં આવે છે કે, આ 32 લોકોની બલિ આપવામાં આવી હશે, મેટ્રો યુકેના રિપોર્ટ પ્રમાણે આ શોધ પનામામાં થઈ છે.
પ્રમુખના મોત પછી તેના આત્માને શાંતિ આપવા 32 લોકોની બલિ આપવામાં આવી
પનામા સિટીથી આશરે 110 માઈલ દૂર અલ કેનો આર્કિયોલોજિકલ પાર્કમાં આ શોધ કરવામાં આવી હતી. આ શોધમાં સોનાની શાલ, બેલ્ટ, જ્વેલરી અને વ્હેલના દાંતથી શણગારવામાં આવેલ ઇયરિંગ્સ જેવી કિંમતી વસ્તુઓનો સમાવેશ થાય છે. અધિકારીઓનું માનવું છે કે વસ્તુઓ કોકલ સંસ્કૃતિના ઉચ્ચ પદ ધરાવનાર વ્યક્તિની સાથે આ વસ્તુઓ દફનાવવામાં આવી હતી. સમુદાયના પ્રમુખના મોત પછી તેના જીવનને સાંત્વના આપવા 32 લોકોની બલિ આપવામાં આવી હતી. જો કે મૃતદેહોનો ચોક્કસ આંકડો જાણવા માટે હજુ તપાસની કામગીરી ચાલુ છે. પનામા સંસ્કૃતિ મંત્રાલયના લિનેટ મોન્ટેનેગ્રોએ કહ્યું કે, આ ખજાનાની કિંમત ઘણી વધારે છે.
અલ કેનોમાં આ ખોદકામનું કામ વર્ષ 2008થી ચાલી રહ્યું છે
એવું કહેવામાં આવે છે કે આ મજાર 750 એડીમાં એક ઉચ્ચ પદના નેતા માટે બનાવવામાં આવ્યો હતો. તેને એક મહિલાના મૃતદેહ ઉપર દફનાવવામાં આવ્યો હતો. તે વખતે અભિજાત વર્ગના લોકોને દફનાવવાની પરંપરા હતી. કબરમાંથી મળેલી વસ્તુઓમાં બંગડીઓ, માનવ આકૃતિવાળી બુટ્ટી, મગરનું શબ, ઘંટ, કૂતરાના દાંતમાંથી બનાવેલ સ્કર્ટ, હાંડકામાંથી બનાવેલી વાંસળી અને ચિનાઈ માટીની વસ્તુઓનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, અલ કેનોમાં આ ખોદકામનું કામ વર્ષ 2008થી ચાલી રહ્યું છે.