Get The App

'અમારા બોમ્બ-હથિયારોથી નિર્દોષો માર્યા ગયા..' અમેરિકાએ સ્વીકાર્યું, ઈઝરાયલ અંગે લીધો મોટો નિર્ણય

Updated: May 10th, 2024


Google NewsGoogle News
'અમારા બોમ્બ-હથિયારોથી નિર્દોષો માર્યા ગયા..' અમેરિકાએ સ્વીકાર્યું, ઈઝરાયલ અંગે લીધો મોટો નિર્ણય 1 - image
Image : Twitter

Joe Biden: ઈઝરાયેલ-હમાસ વચ્ચે ગાઝા પટ્ટી (Gaza Strip)માં 2023ના ઓક્ટોબરમાં યુદ્ધ શરુ થયું હતું. જેમાં અત્યાર સુધીમાં ભારે ખુંવારી થઈ છે. અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તો ઘણા લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે. ત્યારે અમેરિકન પ્રમુખ જો બાયડ (Joe Biden)ને સ્વીકાર્યું છે કે 'અમેરિકા દ્વારા ઈઝરાયલને આપવામાં આવેલા બોમ્બ-હથિયારોના કારણે ગાઝામાં નિર્દોષ પેલેસ્ટાઈનીઓ માર્યા ગયા. 

ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અનેક નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝા પટ્ટી પર છેલ્લા સાત મહિના જેટલા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં અનેક નિર્દોષ નાગરિક આ યુદ્ધનો શિકાર બન્યા છે. ત્યારે અમેરિકન પ્રમુખ જો બાયડનનું મોટું નિવેદન સામે આવ્યું છે. અમેરિકન પ્રમુખ (US President)એ સ્વીકાર્યું છે કે 'ગાઝામાં નિર્દોષ નાગરિકોની હત્યા કરનારા ભારે બોમ્બ-હથિયારો ઈઝરાયલને અમેરિકા તરફથી મળ્યા હતા. આ જ કારણ છે કે અમે હવે ઈઝરાયલને શસ્ત્રો પૂરા પાડવાં માંગતા નથી. જોકે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે એમ પણ કહ્યું હતું કે 'અમે ઈઝરાયલની સુરક્ષા માટે તૈયાર છીએ. અને આ માટે ઈઝરાયલને આર્યન ડોમ રૉકેટ ઈન્ટરસેપ્ટર આપીશું. આ ઉપરાંત અન્ય હથિયારો પણ પ્રદાન કરીશું. પરંતુ જો તે રાફા પર હુમલો કરશે તો અમે તેને ફરીથી હથિયાર નહીં આપીએ.'

અમેરિકન પ્રમુખે ઈઝરાયલને હથિયારોની સપ્લાય રોકવાની વાત કરી

આ રીતે બાયડને પહેલીવાર કબૂલ કર્યું હતું કે 'ઈઝરાયલ દ્વારા જે બોમ્બથી પેલેસ્ટાઈનીઓને મોતને ઘાટ ઉતાર્યા તે બોમ્બ અને હથિયારો અમે (અમેરિકા) જ આપ્યા હતા.' ઉલ્લેખનીય છે કે એક મીડિયા ચેનલને ઈન્ટરવ્યું આપતા સમયે અમેરિકન પ્રમુખે ઈઝરાયલને હથિયારોની સપ્લાય રોકવાની વાત કરી હતી. આ પહેલા એક મીડિયા રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકા દ્વારા ભારે બોમ્બની શિપમેન્ટ રોકી દેવામાં આવી છે. નોંધનીય છે કે ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. આ ભયાનક હુમલામાં 1200 લોકો માર્યા ગયા હતા અને 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. હાલમાં પણ 50થી વધુ લોકો હમાસ પાસે બંધક છે.

ઈઝરાયલને પશ્ચિમી દેશોનું ખુલ્લું સમર્થન

ઈઝરાયલે પણ વળતો જવાબ આપતા ગાઝા પટ્ટી પર ભીષણ હુમલા કર્યા છે. જેને અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ જેવા પશ્ચિમી દેશોનું ખુલ્લું સમર્થન પ્રાપ્ત થયું છે. ઈઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં 35 હજારથી વધુ પેલેસ્ટાઈની (Palestinians)ઓ માર્યા ગયા છે અને દુનિયાભરના મુસ્લિમ દેશો ઈઝરાયલની વિરુદ્ધ છે. તેમજ રશિયા અને ચીન જેવી શક્તિઓ પણ ઈઝરાયલના પક્ષમાં નથી. આવી સ્થિતિમાં અમેરિકા પણ બેકફૂટ પર હોય તેમ લાગી રહ્યું છે અને ઇઝરાયલને રફાહ પર હુમલો ન કરવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu)નું કહેવું છે કે તેઓ ઈઝરાયલની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને આ માટે તેઓ કોઈના પર નિર્ભર નથી. હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં આ પહેલીવાર છે જ્યારે બંને દેશો આમને-સામને આવ્યા છે.

'અમારા બોમ્બ-હથિયારોથી નિર્દોષો માર્યા ગયા..' અમેરિકાએ સ્વીકાર્યું, ઈઝરાયલ અંગે લીધો મોટો નિર્ણય 2 - image


Google NewsGoogle News