Israel Hamas War : પેલેસ્ટાઇનના સમર્થનમાં હજારો લોકોએ વ્હાઇટ હાઉસને ઘેર્યું, આઝાદી માટે લાગ્યા નારા

ગાઝામાં તાત્કાલિક ધોરણે યુદ્ધવિરામ કરવા પ્રદર્શનકારીઓની માંગ

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News


Israel Hamas War : પેલેસ્ટાઇનના સમર્થનમાં હજારો લોકોએ વ્હાઇટ હાઉસને ઘેર્યું, આઝાદી માટે લાગ્યા નારા 1 - image

pro-Palestine protesters scale White House gates : છેલ્લા કેટલા દિવસથી હમાસ-ઇઝરાયેલ વચ્ચે ભયાનક યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે. ઇઝરાયેલની સેના સતત હમાસના ઠેકાણાઓને નિશાન બનાવી રહી છે. એવામાં પેલેસ્ટિનિયન સમર્થકોએ અમેરિકામાં વિરોધ પ્રદર્શન શરુ કર્યા છે અને વ્હાઇટ હાઉસને ઘેર્યું છે. પેલેસ્ટિનિયન સમર્થકોની માંગ છે કે ગાઝામાં તાત્કાલિક ધોરણે યુદ્ધવિરામ થવો જોઈએ. પ્રદર્શનકારીઓએ ઇઝરાયેલને આપવામાં આવતી અમેરિકાની મદદ રોકવાની પણ માંગ કરી છે.  

પેલેસ્ટાઈનની આઝાદીના લાગ્યા નારા 

પ્રદર્શનકારીઓએ પેલેસ્ટાઈનના સમર્થનમાં આગળ આવીને  વ્હાઇટ હાઉસ સામે લાલ રંગના ઝંડા ફરકાવ્યા હતા. આ દરમિયાન આ વિરોધ પ્રદર્શનના કારણે રસ્તાઓ પર લાંબા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પ્રદર્શનકારીઓ દ્વારા 'નદીથી સમુદ્ર સુધી પેલેસ્ટાઈન આઝાદ થશે'ના નારા લાગવામાં આવ્યા હતા. મોટા ભાગના યુવાનો પેલેસ્ટિનિયન ધ્વજ સાથે કાળા અને સફેદ પોશાક પહેરી રસ્તા પર ઉતર્યા હતા. ગાઝામાં નિર્દોષ લોકોના વહેલા રક્તના વિરોધમાં પ્રદર્શનકારીઓએ દ્વારા વ્હાઇટ હાઉસના ગેટ પર લાલ રંગનો છંટકાવ કરવામાં આવ્યો હતો. 

ઈઝરાયેલે ફરી એકવાર શરણાર્થી કેમ્પ પર હુમલો કર્યો હતો

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે. ઈઝરાયેલ યુદ્ધમાં હમાસની સાથે સાથે આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ સાથે પણ લડી રહ્યું છે. ઈઝરાયેલે ગઈકાલે રાતે ફરી એકવાર શરણાર્થી કેમ્પ પર હુવાઈ હુમલો કરતા 51 પેલેસ્ટિનિયનના મોત થયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં મોટાભાગે મહિલા અને બાળકો હતા. આ હુમલામાં અનેક મકાનો પણ ધરાશાયી થયા હતા અને ઈમારતો પણ જમીનદોસ્ત થઈ હતી. ગાઝા આરોગ્ય મંત્રાલયએ દાવો કર્યો હતો કે ઇઝરાયેલના હુમલાઓ સતત ચાલુ છે અને અત્યાર સુધીમાં 9488 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે, જેમાં 3900 બાળકો અને 2509 મહિલાઓ સામેલ છે. આ ઉપરાંત કહ્યું હતું કે હુમલામાં અત્યાર સુધીમાં 24 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.



Google NewsGoogle News