Get The App

પેલેસ્ટાઇની શરણાર્થી ઇજિપ્તની રફાહ સરહદે ઘૂસવાની ફિરાકમાં, ઇઝરાયેલ લાલઘૂમ

સિનાઇ પ્રાંતની સુરક્ષાની જવાબદારી ઇજિપ્ત સંભાળી રહયું છે

૧૯૭૯માં ઇઝરાયલ સાથે થયેલી સંધી મુજબ પ્રવેશ ગેરકાયદેસર

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
પેલેસ્ટાઇની શરણાર્થી ઇજિપ્તની રફાહ સરહદે ઘૂસવાની ફિરાકમાં, ઇઝરાયેલ લાલઘૂમ 1 - image


કેરો,૮ ફેબુ્આરી,૨૦૨૪,ગુરુવાર 

ગાજાના પેલેસ્ટાઇની શરણાર્થીઓ ભારે સંખ્યામાં ઇજિપ્તની સરહદ નજીક આવેલી રફાહ શિબિરોમાં પ્રવેશી રહયા છે. પેલેસ્ટાઇની શરણાર્થીઓનું આ ઝુંડ પોતાની સરહદ સુધી પહોંચવાતા ઇજિપ્તની ચિંતા વધી છે. કોઇ પણ શરણાર્થી સીમા પાર કરીને ઇજિપ્તના સિનાઇ પ્રાંતમાં પ્રવેશે ત્યારે ૧૯૭૯માં ઇઝરાયલ સાથે થયેલી શાંતિ સંધીનો ભંગ થાય છે. એવો પણ અંદેશો છે કે સિનાઇ પ્રાંતની સુરક્ષાની જવાબદારી ઇજિપ્ત સંભાળી રહયું છે તે ઇઝરાયેલ પોતાના હાથમાં લઇ શકે છે. 

૧૯૭૯માં ઇઝરાયલ અને ઇજિપ્ત વચ્ચે ફિલાડેલ્ફી કોરિડોર સમજૂતી અનુસાર  ઇઝરાયેલ ગાજાની રફાહ સીમા સુરક્ષા ઇજિપ્ત પાસે છે. પેલેસ્ટાઇનીઓ સરહદ પાર કરીને ઘૂસે નહી તે માટે ઇજિપ્તે ૧૮ વર્ષ સુધી સૈનિકોનો જમાવડો રાખ્યો હતો. પેલેસ્ટાઇનીઓને પ્રવેશતા અટકાવવા એક મજબૂત દિવાલ ઉભી કરી હતી.બદલાયેલી પરીસ્થિતિમાં ગાજાની સરહદોનું નિયંત્રણ ઇઝરાયેલ સંભાળે છે ત્યારે રફાહ સરહદે પણ પોતાનું સૈન્ય ગોઠવવાનું વિચારી રહયું છે.

પેલેસ્ટાઇની શરણાર્થી ઇજિપ્તની રફાહ સરહદે ઘૂસવાની ફિરાકમાં, ઇઝરાયેલ લાલઘૂમ 2 - image

ઇઝરાયેલે રફાહ સરહદ પાસે હવાઇ હુમલા પણ શરુ કર્યા છે. મોકોના લાભ લઇને મોટી સંખ્યામાં પેલેસ્ટાઇનીઓ રફાહ તરફ જઇ રહયા છે. ઇજિપ્ત આ સરહદ શરણાર્થીઓ માટે ખોલી નાખે એવી માંગણી કરી રહયા છે. જો કે ઇજિપ્ત ડબલ પાસપોર્ટ ધરાવનારા પેલેસ્ટાઇની નાગરિકોને જ પ્રવેશ આપી રહયું છે.

આ ઉપરાંતના પેલેસ્ટાઇનીઓને પ્રવેશ મળશે નહી એવી ઇજિપ્તે ચેતવણી આપી છે. કેટલાક સપ્તાહ પહેલા જોડર્ને પણ આ જ ભૂમિકા અપનાવી હતી. કેટલાક દાયકા પહેલા જોર્ડનમાં પેલેસ્ટાઇની શરણાર્થીઓએ જોર્ડનમાં સત્તા પલટો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કારણથી પેલેસ્ટાઇની શરણાર્થીને લઇને જોર્ડન કડકનીતિ અપનાવે છે. 



Google NewsGoogle News