પેલેસ્ટાઇનના પીડિતોએ અમેરિકા પર કર્યો કેસ, માનવાધિકાર ભંગના ગંભીર આરોપ મૂક્યા
Israel-Hamas War: ગાઝા, વેસ્ટ બેન્ક અને અમેરિકામાં રહેતા 5 પેલેસ્ટાઇનના નાગરિકોએ ઈઝરાયલી સેનાને સમર્થન આપતાં અમેરિકા પર કેસ કરી દીધો છે. તેઓનો આરોપ છે કે, અમેરિકાએ માનવાઘિકારોનું હનન કર્યું છે. મંગળવારે (17 નવેમ્બર) આ કેસમાં રાજ્ય વિભાગ પર યુએસ ફેડરલ કાયદાને લાગુ કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ કેસમાં કહેવામાં આવ્યું કે, 7 ઓક્ટોબર 2023એ ગાઝા યુદ્ધ શરૂ થયું ત્યારથી ઈઝરાયલમાં માનવાધિકારોનું ઘોર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
શું છે સમગ્ર ઘટના?
હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર મોટા પાયે આતંકવાદી હુમલો કર્યો હતો, જેમાં 1200થી વધારે લોકોની મોત થઈ હતી અને 250થી વધારે લોકોને બંધક બનાવવામાં આવ્યા હતાં. માનવમાં આવે છે કે, તેમાંથી લગભગ 100 હજુ પણ ગાઝામાં કેદ છે. વળી, દાખલ કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, યુદ્ધ શરૂ થયા બાદથી એક પેલેસ્ટાઇન શિક્ષકને જબરદસ્તી સાત વાર અહીંથી ત્યાં લઈ જવામાં આવ્યા અને તેમના પરિવારના 20 લોકો ઈઝરાયલના હુમલામાં મોતને ભેટ્યાં છે.
આ પણ વાંચોઃ 'જેટલો ટેક્સ તમે લગાવશો એટલો જ અમે પણ વસૂલીશું...' ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને સીધી ધમકી
ઈઝરાયલને સૈન્ય સહાય આપવી બંધ કરે અમેરિકા
કેસ સાથે જોડાયેલા એક નિવેદનમાં શિક્ષકે કહ્યું, 'જો અમેરિકા માનવાધિકારોનું ઘોર ઉલ્લંઘન કરનાર ઈઝરાયલ સૈન્યને સહાય આપવાનું બંધ કરી દે તો મારી પીડા ઘણી ઓછી થઈ જશે. આ મામલો લેહી કાયદાની આસપાસ કેન્દ્રિત છે. આ એક સંઘીય નિયમન છે જે અમેરિકન સરકારને વિદેશી સૈન્ય એકમોને ભંડોળ પૂરું પાડવાથી અટકાવે છે, જ્યારે તેઓ માનવાધિકારોના ઘોર ઉલ્લંઘનમાં સામેલ હોવાની નક્કર જાણકારી ધરાવે છે.'
આ પણ વાંચોઃ રશિયાની મોટી જાહેરાત, આખી દુનિયા માટે રાહત, આખરે કેન્સર વેક્સિન તૈયાર, મફતમાં કરશે વિતરણ
અમેરિકા દર વર્ષે આપે છે નાણાંકીય સહાય
અમેરિકન વિદેશી વિભાગે કાયદાની વ્યાખ્યા કરતા એક ફેક્ટશીટમાં કહ્યું કે, આ ઉલ્લંઘનોમાં યાતના, હત્યા, જબરદસ્તી ગાયબ કરવું અને બળાત્કાર સામેલ છે. જોકે, આંતરરાષ્ટ્રીય અહેવાલ અનુસાર, અમેરિકા ઈઝરાયલને દર વર્ષે ઓછામાં ઓછા 3.8 બિલિયન અમેરિકન ડોલરની સૈન્ય સહાય પૂરી પાડે છે. આ દરમિયાન રોડ આઇલેન્ડના પ્રોવિડેન્સમાં બ્રાઉન યુનિવર્સિટીના સંશોધકોએ હાલમાં જ અનુમાન લગાવ્યું કે, ગાઝા યુદ્ધની શરૂઆત બાદથી બાઇડેન તંત્રએ વધુ 17.9 બિલિયન અમેરિકન ડોલરની ઈઝરાયલને આપ્યા છે.