Get The App

પાકિસ્તાનને અફઘાનિસ્તાન પર કરી સર્જિકલ એર સ્ટ્રાઇક, તાલિબાન સાથે બગાડયા સંબંધ

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી તંગદિલી સતત વધી રહી છે

તહરીક એ તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના અડ્ડાઓને ટાર્ગટ કર્યા હતા.

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનને અફઘાનિસ્તાન પર કરી  સર્જિકલ એર સ્ટ્રાઇક, તાલિબાન સાથે બગાડયા સંબંધ 1 - image


નવી દિલ્હી,૧૮ માર્ચ,૨૦૨૪,સોમવાર 

પાકિસ્તાને અફઘાનિસ્તાનની સરહદ નજીકનાં ખોસ્ત અને પત્તિકા પ્રાંતોમાં હવાઇ હુમલા કર્યા હોવાનો  તાલિબાન સરકારે આરોપ મુકયો છે. અફઘાનિસ્તાનના તાલિબાન શાસને પાકિસ્તાનના હવાઇ હુમલામાં ૮ લોકોના મુત્યુ થયા હોવાની પુષ્ઠી કરી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાન સેના અફઘાનિસ્તાનના આતંકી સંગઠન તહરીક એ તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના અડ્ડાઓને ટાર્ગટ કર્યા હતા. 

બે દિવસ પહેલા  પાકિસ્તાનની સૈન્ય ચોકી પર બોબં વિસ્ફોટ થતા આ પગલું ભરવામાં આવ્યું હોવાનું મનાય છે.એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલી ટ્રક ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં એક સૈનિય ચોકી પર ઘૂસાડી દીધી હતી.જેમાં પાકિસ્તાનના ૭ સૈનિકોના મોત થયા હતા. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી તંગદિલી સતત વધી રહી છે. અફઘાનિસ્તાન બ્રિટીશ જમાનાની ડુરાન્ડ લાઇનને માનવા તૈયાર નથી.

અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન પછી પાકિસ્તાન સાથેના સંબંધો સતત કથડતા રહયા છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે સરહદ પાર કરીને કરવામાં આવેલા હવાઇ હુમલાની ટીકા કરી હતી. પાકિસ્તાનના આતંકી સંગઠન તહરીકે એ તાલિબાનના પ્રવકતા જબીહુલ્લા મુજાહિદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પત્તિકાના બરમલ જિલ્લામાં પાકિસ્તાન સૈન્યએ કરેલા હુમલામાં ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકો પણ ભોગ બન્યા હતા. ખોસ્ત પ્રાંતમાં થયેલા હુમલામાં બે મહિલાઓના મોત થયા હતા.



Google NewsGoogle News