Get The App

દુનિયાના સૌથી ખતરનાક શહેરોની યાદીમાં પાકિસ્તાનનું આ શહેર બીજા ક્રમે, તો પહેલા ક્રમે કયું? જાણો

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
દુનિયાના સૌથી ખતરનાક શહેરોની યાદીમાં પાકિસ્તાનનું આ શહેર બીજા ક્રમે, તો પહેલા ક્રમે કયું? જાણો 1 - image

Karachi Second Most Dangerous City In The World: પાકિસ્તાન પૂરી દુનિયામાં આંતકવાદને લઈને બદનામ છે. હવે વધુ એકવાર પાકિસ્તાનને નીચું જોવાનો વારો આવ્યો છે. ફોર્બ્સ ઍડવાઇઝરીની યાદી અનુસાર પાકિસ્તાનનું કરાચી શહેર પ્રવાસન માટે દુનિયાના સૌથી ખતરનાક શહેરમાં બીજા ક્રમે સ્થાન ધરાવે છે. તેને રેટિંગમાં 100માંથી 93.12 માર્ક્સ આપવામાં આવ્યા છે. આ યાદીમાં વેનેઝુએલાનું કારાકાસ શહેર પહેલા નંબરે છે. આ યાદીમાં ત્રીજા નંબરે મ્યાનમારનું યાંગોન શહેર છે. રિપોર્ટ અનુસાર આ શહેરમાં પ્રવાસીઓ સૌથી વધુ જોખમમાં છે. અપરાધનો દર, હિંસા, આતંકવાદી ધમકીઓ, કુદરતી આફતો અને આર્થિક સમસ્યાઓનો ભય વધારે છે.

અમેરિકાના ગૃહ મંત્રાલયે સુરક્ષાના દૃષ્ટિકોણથી પ્રવાસન માટે જોખમી શહેરોની યાદી બહાર પાડી હતી. જેમાં કરાચીની સ્થિતિ સૌથી ખરાબ હોવાનું જણાવાયું હતું. કરાચીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષાના જોખમના આધારે ચોથા ક્રમે રખાયું હતું. ફોર્બ્સ ઍડવાઇઝરીના રિપોર્ટમાં 60 માપદંડના આધારે વિશ્વના 60 શહેરોનું રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું હતું. કરાચી શહેર ઘણી વખત ખતરનાક શહેરોની યાદીમાં સ્થાન પામ્યું છે. 

આ પણ વાંચો: ટ્રમ્પ VS કમલા વચ્ચે અમેરિકન પ્રમુખપદનો મુકાબલો ફાઈનલ, ભારતવંશી ઉમેદવારે કરી મોટી જાહેરાત

કરાચી રહેવા લાયક શહેર નથી

2017ની યાદીમાં દુનિયાના સૌથી ઓછા સુરક્ષિત શહેરમાં કરાચીને સામેલ કરાયું હતું. ઇકોનોમિસ્ટ ગ્રુપના રેન્કિંગમાં જણાવાયું હતું કે કરાચી રહેવાલાયક શહેર નથી. તમને જણાવી દઈએ કે કરાચી પાકિસ્તાનનું સૌથી મોટું શહેર છે. હાલમાં જ કરાચીમાં બે જૂથો વચ્ચેની અથડામણમમાં થયેલા ફાયરિંગમાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા. કરાચીમાં અવારનવાર આતંકવાદી ઘટનાઓ બનતી રહે છે. ગીચ વસ્તી અને પાયાની મૂળભૂત સુવિધાઓના અભાવે શહેર રહેવાલાયક રહ્યું નથી.

આ પણ વાંચો: યુક્રેન યુદ્ધ : રશિયા મંત્રણા માટે તૈયાર છે, પરંતુ હજી વધુ વિગતો માગી રહ્યું છે

સિંગાપુર દુનિયાનું સૌથી સુરક્ષિત શહેર

બાંગ્લાદેશની રાજધાની ઢાંકા પણ ખતરનાક શહેરોની યાદીમાં છટ્ઠા ક્રમ ઉપર છે. ચોથા સ્થાન પર નાઇજીરીયાનું લાગોસ, પાંચમા ક્રમે ફિલિપાઇન્સનું મનીલા, સાતમા ક્રમે કોલંબિયાનું બોગોટા, આઠમા ક્રમે ઈજિપ્તનું કેરો, નવામા ક્રમે મેક્સિકો સિટી અને દશમા ક્રમે ઈક્વાડોરના ક્વિટોને સ્થાન આપવામાં આવ્યું છે. ફોર્બ્સ ઍડવાઇઝરી અનુસાર વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોની યાદી પણ જાહેર કરાઈ છે. તેમાં સિંગાપુર પહેલા ક્રમે છે. આ પછી બીજા ક્રમે જાપાનનું ટોક્યો શહેર છે. કેનેડાનું ટોરોન્ટો ત્રીજું સૌથી સુરક્ષિત શહેર તરીકે દર્શાવવામાં આવ્યું છે. ચોથા ક્રમે ઓસ્ટ્રેલિયાના સિડનીને સામેલ કરાયું છે. અને પાંચમા ક્રમે સ્વિટ્ઝર્લેન્ડનું ઝ્યુરિચ શહેર છે. 

દુનિયાના સૌથી ખતરનાક શહેરોની યાદીમાં પાકિસ્તાનનું આ શહેર બીજા ક્રમે, તો પહેલા ક્રમે કયું? જાણો 2 - image


Google NewsGoogle News