પાકિસ્તાનનું ઇકોનોમિક મોડેલ નિષ્ફળ, ૩૯.૪ ટકા લોકો જીવે છે ગરીબી રેખાની નીચે

૨૪ કરોડ વસ્તી માંથી ૯.૫ કરોડ લોકોને બે ટંક ખાવાના ફાંફા

છેલ્લા એક વર્ષમાં ૧.૨૫ કરોડ ગરીબોનો ઉમેરો થયો

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
પાકિસ્તાનનું ઇકોનોમિક મોડેલ નિષ્ફળ,  ૩૯.૪ ટકા લોકો જીવે છે ગરીબી રેખાની નીચે 1 - image


નવી દિલ્હી,૨૬ સપ્ટેમ્બર,૨૦૨૩,મંગળવાર 

અણુબોંબ ધરાવતા પાડોશી દેશ પાકિસ્તાનમાં ૩૯ ટકા લોકો ગરીબી રેખાની અંદર જીવી રહયા છે. જેમની રોજની આવક ૩.૬૫ ડોલર કરતા વધારે નથી. પાકિસ્તાનની કરન્સીમાં આ રકમ ૧૦૪૮ રુપિયા થાય છે પરંતુ ડોલર સામે પાકિસ્તાની રુપિયો ગગડી રહયો છે તે જોતા આટલી રકમમાંથી આજીવિકા શકય નથી. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનની કુલ વસ્તી ૨૪ કરોડ જેટલી છે જેમાંથી ૯.૫ કરોડ લોકો ગરીબી રેખાથી નીચે છે. 

વિશ્વબેંકની માહિતી અનુસાર ૨૦૨૨માં ગરીબી ૩૪.૨ ટકા હતી જેમાં માત્ર ૧ વર્ષમાં જ પ ટકાનો જ વધારો થયો છે. થોડાક મહિનામાં જ ૧.૨૫ કરોડ લોકો વધુ ગરીબ થયા છે આ સાથે જ કુલ બીપીએલ યાદી લંબાતી જાય છે. વિશ્વ બેંક ફૂગાવો ઘટાડવા માટે કૃષિ, રિયલ એસ્ટેટ પર ટેકસ લગાવીને ફાલતું ખર્ચાઓ ઘટાડવાની ઘણા સમયથી ભલામણ કરી છે. વિશ્વબેંક માને છે કે પાકિસ્તાનનું ઇકોનોમિક મોડેલ ગરીબી ઓછી કરવામાં નિષ્ફળ રહયું છે. અસ્થિર અર્થ વ્યવસ્થાને પાટા પર લાવવા માટે કડક પગલા ભરવા પર ભાર મુકયો હતો. પાકિસ્તાની મીડિયામાં જણાવ્યા અનુસાર છેલ્લા એક મહિનામાં પેટ્રોલ અને ડીઝલના રેટમાં સતત વધારો થયો છે. ઇન્ફલેશન રેટ પણ સતત વધતો જાય છે.


Google NewsGoogle News