Get The App

6 મહિનામાં ડોલર સામે પાકિસ્તાનનું ચલણ 57 રુપિયા ઘટયું. શ્રીલંકા જેવી દશા થવાના ભણકારા

15 થી 28 જુલાઇ સુધીમાં પાકિસ્તાનની કરન્સી અમેરિકી ડોલર સામે 8 ટકા ઘટી

1 ડોલર બરાબર 176 રુપિયા કિંમત હવે 233 રુપિયા સુધી પહોંચી છે.

Updated: Jul 28th, 2022


Google News
Google News
6 મહિનામાં ડોલર સામે પાકિસ્તાનનું ચલણ 57 રુપિયા ઘટયું. શ્રીલંકા જેવી દશા થવાના ભણકારા 1 - image


નવી દિલ્હી, 28 જુલાઇ,2022,ગુરુવાર 

ભારતના બે પાડોશી દેશો એક હિંદ મહાસાગરના મથાળે શ્રીલંકા અને બીજું વાયવ્ય સરહદે પાકિસ્તાન, આ બંને દેશો ભારે નાણાભીડમાંથી પસાર થઇ રહયા છે. શ્રીલંકામાં તો જેની લોકપ્રિયતાનો સૂરજ આથમતો ન હતો એવા ગોટબાયા રાજપકસેને ગાદી છોડવી પડી. પ્રદર્શનકારીઓ અને આર્થિક મંદી પીડિત અસંખ્ય લોકોએ રાષ્ટ્પતિ ભવનમાં ઘૂસીને દુનિયા આખીનું ધ્યાન ખેંચ્યું હતું. શ્રીલંકામાં રાજકિય અને આર્થિક ક્ષેત્રે અરાજકતા જોવા મળી રહી છે. 

પાકિસ્તાનની સ્થિતિ પણ શ્રીલંકા જેવી થઇ રહી હોય એવા સંકેતો મળી રહયા છે. છેલ્લા 6 મહિનામાં ડોલર સામે પાકિસ્તાનના ચલણમાં 57 રુપિયાનો ઘટાડો થયો છે. 1 ડોલર બરાબર 176 રુપિયા કિંમત હવે 233 રુપિયા સુધી પહોંચી છે. આમ જોવા જઇએ તો વિશ્વમાં મંદીનો એક દોર શરુ થયો છે જેમાં યૂરોપનું  ચલણ યૂરો હોય કે ભારતનું કરન્સી રુપિયો ડોલર સામે સંઘર્ષ કરી રહયા છે પરંતુ 6 મહિનામાં 57 રુપિયાનું પતન થતા પાકિસ્તાનના હુકમરાનોની મુશ્કેલી વધી રહી છે.

6 મહિનામાં ડોલર સામે પાકિસ્તાનનું ચલણ 57 રુપિયા ઘટયું. શ્રીલંકા જેવી દશા થવાના ભણકારા 2 - image

પાકિસ્તાનના અણઘડ શાસકોએ તેજી હતી ત્યારે પણ લોકોને મંદીનો જ અહેસાસ કરાવ્યો હતો. આર્થિક મંદીએ પછાડ પર પાટુ મારવાનું કામ કર્યુ છે. આથી જ તો 15 જુલાઇથી 28 જુલાઇ સુધીમાં પાકિસ્તાનની કરન્સી અમેરિકી ડોલર સામે 8 ટકા ઘટી છે. પાકિસ્તાનમાં વિદેશી મુદ્રા ભંડાર ઘટીને 10 અબજ ડોલરથી નીચે જવાથી આર્થિક સ્થિતિ ખરાબ બની રહી છે. ડોલર સામે રુપિયો ગગડવાની સાથે જ પાકિસ્તાનમાં ફૂગાવાનો દર 20 ટકાને પાર કરી ગયો  હતો.

એક બાજુ લોકોમાં વધતો જતો આંતરિક અસંતોષ અને બીજી બાજુ આઇએમએફ જેવી નાણા સંસ્થાઓ લોન આપવા માટે કડક વલણ અપનાવી રહી છે.આથી પાકિસ્તાનની શાહનવાઝ શરીફ સરકારની મુશ્કેલી આંતરિક અને બાહિય બંને મોરચે વધી ગઇ છે.

6 મહિનામાં ડોલર સામે પાકિસ્તાનનું ચલણ 57 રુપિયા ઘટયું. શ્રીલંકા જેવી દશા થવાના ભણકારા 3 - image

સતત વધતા જતા દેવાના કારણે નાણાકિય સંસ્થાઓ લોન આપવાની આનાકાની કરે તો પાકિસ્તાનની ભૂંડી સ્થિતિ થાય તેમ છે. જાણીતી રેટિંગ એજન્સી ફિચે એવી શંકા વ્યકત કરી છે કે પાકિસ્તાન સરકાર ઓઇલની કિંમતોમાં વધારો કરીને આવક વધારવા પ્રયાસ કરી રહી છે. દેવાનો બોજ સતત વધતો જાય છે. પાકિસ્તાનનો કારોબાર જે દેશો પર નિર્ભર છે એ દેશોમાં જ મંદી છે.

પાડોશી બાંગ્લાદેશ, નેપાળ અને બર્મામાં પણ મંદીના વાવડ 

એક સમયે જેની ઇકોનોમી મજબૂત ગણાતી હતી તે બાંગ્લાદેશની પણ સ્થિતિ સારી નથી. આઇએમએફ પાસે 4.5 અબજ ડોલરનું કર્જ માંગ્યું છે. 20 જુલાઇ સુધીમાં દેશનો વિદેશી મુદ્રા ભંડાર 39.7 અબજ ડોલર રહયો છે. બાંગ્લાદેશનું ટકા નામનું ચલણ ડોલર સામે 8.72 જેટલું ઘટયું છે. 6 મહિના પહેલા 85.98 હતું જે વધીને 94.70 થયું છે.

નેપાળનો રુપિયો ડોલર સામે 8 આંક ગબડયો છે. 119 હતો  જે હવે 127 થયો છે. જયાં આર્મી શાસન ચાલે છે તે મ્યાંમારનું ચલણ કયાટ ડોલર સામે 73 આંક ઘટયું છે. પહેલા 1778 હતું જે હવે 1851 થયું છે. ભારતના રુપિયો ડોલર સામે 5.19 આંક ગબડયો છે. જો કે પાડોશી દેશોની સરખામણીમાં ભારતના રુપિયા ચલણણી પરીસ્થિતિ સારી છે. 

Tags :