Get The App

પાકિસ્તાનના બે મોટા શહેરોમાં 'સંપૂર્ણ લૉકડાઉન', વાયુ પ્રદૂષણ બન્યો જીવલેણ, AQI 2000 પાર

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનના બે મોટા શહેરોમાં 'સંપૂર્ણ લૉકડાઉન', વાયુ પ્રદૂષણ બન્યો જીવલેણ, AQI 2000 પાર 1 - image

Pakistan Pollution: ભારતની સાથે પાકિસ્તાનની હવા પણ ઝેરી બની ગઈ છે. તેને જોતા લાહોર અને મુલતાનમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. આ શુક્રવારથી રવિવાર સુધી લાગુ રહેશે. આ બંને શહેરોમાં વાયુ પ્રદૂષણના સ્તરમાં વધુ પડતા વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતના અનેક શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. લાહોર અને મુલતાન સૌથી વધુ પ્રભાવિત થયા છે. મુલતાનમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) પહેલાથી જ 2,000ને વટાવી ચૂક્યો છે, જે વાયુ પ્રદૂષણ માટે નવો રેકોર્ડ બનાવે છે.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મંત્રી મરિયમ ઔરંગઝેબે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 'અમે લાહોર અને મુલતાનમાં સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી રહ્યા છીએ.' તેમણે માહિતી આપી હતી કે શુક્રવારથી રવિવાર સુધી આ બંને શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવશે.

શાળા-કોલેજો બંધ કરાઈ

લાહોર અને મુલતાનમાં બાંધકામનું કામ આગામી 10 દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. બાંધકામ સામગ્રીથી ભરેલા વાહનોને શહેરોમાં પ્રવેશતા અટકાવવામાં આવશે. આ ઉપરાંત શાળાઓ પણ બંધ છે. કોલેજો અને યુનિવર્સિટીઓ ઓનલાઈન વર્ગો યોજશે. સરકારી અને ખાનગી ઓફિસોમાં કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. રેસ્ટોરન્ટ ફક્ત 4 વાગ્યા સુધી જ ખુલશે અને ટેક-અવે સેવા 8 વાગ્યા સુધી આપવામાં આવશે. મરિયમ ઔરંગઝેબે એમ પણ કહ્યું હતું કે, 'આ સ્મોગ સિઝનમાં લગ્નો પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવી રહ્યા નથી.'

આ પણ વાંચો: લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો, કારની ટક્કરમાં ટેમ્પો ખીણમાં ખાબકતાં યુપીમાં 7નાં દર્દનાક મોત

મરિયમ ઔરંગઝેબે એ પણ કહ્યું કે, 'લાહોરમાં માત્ર 3 ટકા હરિયાળી છે, જ્યારે 36 ટકા હરિયાળી હોવી જોઈતી હતી. તે જોતા સરકારે સમગ્ર શહેરમાં વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવાનું આયોજન કર્યું છે. વધુમાં, કૃષિ વિભાગે ખેડૂતોને 1,000 સુપર સીડર પૂરા પાડ્યા છે જેથી તેઓ તેમના સ્ટબલને બાળવાને બદલે તેનો નાશ કરે. 800 ઈંટોના ભઠ્ઠા બંધ કર્યા છે. લાહોરના જંગલો વધારવાની દિશામાં પણ પગલાં લેવામાં આવી રહ્યા છે.'

પાકિસ્તાનના બે મોટા શહેરોમાં 'સંપૂર્ણ લૉકડાઉન', વાયુ પ્રદૂષણ બન્યો જીવલેણ, AQI 2000 પાર 2 - image


Google NewsGoogle News