માછીમાર બની ગયો રાતોરાત લખપતિ, 70 લાખમાં વેચાઇ આ દુર્લભ માછલી
Image:freepik
તા. 10 નવેમ્બર 2023, શુક્રવાર
ફિલ્મ હેરા ફેરીનું ગીત...દેનેવાલા જબ ભી દેતા... દેતા છપ્પન ફાડ કે યાદ આવી રહ્યું છે. આ ગીત પાકિસ્તાનના કરાચી શહેરના એક માછીમાર માટે સાચી સાબિત થઈ છે. વાસ્તવમાં, પાકિસ્તાની માછીમારનું ભાગ્ય એટલું બદલાઈ ગયું કે તે એક જ ઝટકામાં કરોડપતિ બની ગયો.
એક અહેવાલ મુજબ, પાકિસ્તાનના કરાચી શહેરમાં હાજી બલુચ અને તેના સાથીઓનું ભાગ્ય ત્યારે બદલાઈ ગયું જ્યારે તેમણે 'ગોલ્ડન ફિશ' (સોવા) પકડી લીધી. અરબી સમુદ્રમાંથી પકડાયેલી આ માછલીઓએ માછીમારનું જીવન બદલી નાખ્યું. કારણ કે આ માછલીની માર્કેટમાં હરાજી કરવામા આવી તો 70 લાખ રૂપિયામાં વેચાઇ હતી.
આ ઘટનાને લઇને માછીમારે કહ્યું કે, અમે કરાચીના ખુલ્લા સમુદ્રમાં માછલી પકડી રહ્યાં હતી. ત્યારે અમને ગોલ્ડન ફિશની એક મોટી શાખા મળી અને તે અમારા માટે આશ્ચર્યજનક હતું. હાજીએ કહ્યું કે તે આ પૈસા તેની સાત લોકોની ટીમમાં વહેંચી દેશે.
પાકિસ્તાન ફિશરમેન ફોક ફોરમના મુબારક ખાને જણાવ્યું હતું કે, જ્યારે કરાચી બંદર પર માછીમારોએ તેમના કેચની હરાજી કરી ત્યારે આખી માછલી લગભગ 70 મિલિયન રૂપિયામાં વેચાઈ હતી. આ માછલીઓ પ્રજનન કાળ દરમિયાન જ દરિયાકિનારાની નજીક આવે છે.
જાણો ગોલ્ડન ફિશની ખાસિયત
સોવા માછલીને કિંમતી અને દુર્લભ માછલી તરીકે ઓળખવામાં આવે છે. સોવા સાંસ્કૃતિક અને પરંપરાગત મહત્વ પણ ધરાવે છે, જેનો ઉપયોગ પરંપરાગત દવાઓ અને સ્થાનિક ભોજનમાં થાય છે.
આ સિવાય સોવા માછલીના પેટમાંથી નીકળતા પદાર્થોમાં ઔષધીય ગુણ હોય છે જે સારવારમાં ઉપયોગી છે. માછલીમાંથી મેળવેલા દોરા જેવા પદાર્થનો ઉપયોગ સર્જરીમાં પણ થાય છે.
માછલીનું વજન સામાન્ય રીતે 20 થી 40 કિગ્રાની વચ્ચે હોય છે અને તે 1.5 મીટર સુધી વધી શકે છે અને પૂર્વી એશિયાઇ દેશોમાં આ માછલીઓની ખૂબ માંગ છે.