આટલું બધું ડિજિટલ... પાકિસ્તાનમાં પિતાએ ભારે કરી, દીકરીના માથે જ લગાવી દીધા CCTV
|
CCTV Installed on Girl’s Head: પાકિસ્તાન તેની નાપાક જ નહિ પરંતુ અજીબો ગરીબ હરકતોને કારણે પણ રોજબરોજ સમાચારોમાં રહે છે. પાકિસ્તાનમાં રહેતા હવે એક પિતાએ પોતાની દીકરીની સુરક્ષા માટે એક અજીબ તરકીબ વિચારતાં અન્ય લોકો માથું ખંજવાળી રહ્યા છે. પિતાએ પુત્રીના માથા પર CCTV કેમેરા જ લગાવી દીધા છે. નવાઈની વાત તો એ છે કે યુવતીને પોતાને પણ આ CCTVથી કોઈ સમસ્યા નથી.
સોશિયલ મીડિયા પર આ અજીબો ગરીબ ઘટનાક્રમ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થયેલા વીડિયોમાં છોકરી તેના માથા પર લગાવેલા મોટા કેમેરા સાથે ઇન્ટરવ્યુ આપતી જોવા મળી રહી છે. કેમેરા વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેણીએ જણાવ્યું કે તેના પિતાએ તેની એક્ટિવિટીઓ પર નજર રાખવા અને તેની સુરક્ષા માટે આ કેમેરા લગાવ્યા છે.
છોકરીએ સ્વીકાર્યું કે કેટલાક લોકોને આ મજાક લાગી શકે છે પરંતુ મને મારા પિતાના આ નિર્ણય સામે કોઈ વાંધો નથી. કરાંચીમાં તાજેતરમાં બનેલી ઘટનાઓને કારણે જ મારા માતાપિતા ચિંતિત હતા અને તેથી જ આ પ્લાનિંગ કર્યું છે. આટલું જ નહિ દીકરીએ પિતાને પોતાના પર્સનલ બોડીગાર્ડ ગણાવ્યા અને કહ્યું કે પિતા કેમેરાની મદદથી મારા પર નજર રાખશે. ચારેતરફ જોખમ વધારે છે અને પરિવાર મને બચાવવા માટે શક્ય તેટલું બધું કરવા માંગે છે.
પાછળથી હુમલો કરશે તો ?
"નેક્સ્ટ લેવલ સિક્યુરિટી" ક્વોટ સાથેની આ X પોસ્ટ 17 હજારથી વધુ વખત જોવાઈ છે અને લોકો હસવાનું રોકી નથી શક્યા. કેટલાક લોકોએ પિતાની તકેદારી અને ચિંતાની પ્રશંસા કરી તો કેટલાકે દીકરીની સ્વીકૃતિ અને સમર્પણના વખાણ કર્યા તો કેટલાક મજાક પણ ઉડાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "આટલું ડિજિટલ હોવું જરૂરી ન હતું." એકે લખ્યું CCTV or 'She-She TV' અન્ય એક યુઝરે લખ્યું કે, જો કોઈ પાછળથી હુમલો કરશે તો ? નહિ દેખાય ને.
વધુ વાંચો : લોકોને 72 કલાક કામ કરવાની સલાહ આપનારા દિગ્ગજ બિઝનેસમેન નવી પોસ્ટ બદલ થયા ટ્રોલ