Get The App

ભારતની ICBM મિસાઈલ અમેરિકા-યુરોપ સુધી નિશાન સાધવા સક્ષમ, પાકિસ્તાન પણ ફફડી ગયું

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
ભારતની ICBM મિસાઈલ અમેરિકા-યુરોપ સુધી નિશાન સાધવા સક્ષમ, પાકિસ્તાન પણ ફફડી ગયું 1 - image


Image Source: Twitter

Pakistan on Indian Missiles : ભારતની સતત વધી રહેલી રક્ષણાત્મક ક્ષમતાઓમાં વિકાસ થઈ રહ્યો છે. ભારતે પોતાના સ્વદેશી બનાવટના હથિયારો વડે વિશ્વમાં ડંકો વગાડ્યો છે. ભારતમાં નિર્મિત મિસાઈલોને વિશ્વમાં પણ ઘણું મહત્વ આપવામાં આવી રહ્યું છે. હાલમાં ભારત પાસે ઘણી સ્વદેશી બનાવટની ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલો (ICBM) છે, જે એશિયા અને યુરોપના ઘણા ભાગોને નિશાન બનાવી શકે છે.

તાજેતરમાં જ પાકિસ્તાનના ઈસ્લામાબાદની કાયદ-એ-આઝમ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ પોલિટિક્સ એન્ડ ઈન્ટરનેશનલ રિલેશન્સમાં એક સરંક્ષણ એક્સપર્ટ પ્રોફેસર ઝફર નવાઝ જસપાલે આ અંગે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, 'ભારત એક નવી મિસાઈલ સિસ્ટમ "સૂર્યા"ના એક આઈસીબીએમ (ICBM)ને વિકસિત કરવા પર કામ કરી રહ્યું છે, જે અમેરિકા અને બ્રિટન જેવા અનેક પશ્ચિમી દેશોને પણ નિશાન બનાવી શકે છે.'

સૂર્યા મિસાઈલની રેન્જ કેટલી હશે

પ્રોફેસર જસપાલે જણાવ્યું કે, આ સૂર્યા ICBMની રેન્જ 10,000થી 12,000 કિલોમીટર સુધી હોઈ શકે છે, તેનો સ્પષ્ટ અર્થ એ છે કે, ભારતની મિસાઈલ ક્ષમતા હવે અમેરિકા સુધી પહોંચી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, આ પ્રકારની મિસાઈલનો વિકાસ પાકિસ્તાન માટે નહીં પરંતુ અમેરિકા, યુરોપ અને રશિયા માટે ચિંતાનું કારણ હોવું જોઈએ. કારણ કે, ભારત પાસે પહેલાથી અનેક મિસાઈલો ઉપલબ્ધ છે જે પાકિસ્તાનના કોઈ પણ ભાગને નિશાન બનાવી શકે છે. 

આ પણ વાંચો: દેશના 51માં CJI તરીકે જસ્ટિસ સંજીવ ખન્નાએ શપથ લીધા, અનેક ઐતિહાસિક ચુકાદા આપી ચૂક્યા

ભારતે સૂર્યા મિસાઈલ અંગે શું કહ્યું

બીજી તરફ ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ આવા પ્રકારના કોઈપણ 'સૂર્યા ICBM' પ્રોજેક્ટ પર કામ કરવાની વાતને સંપૂર્ણપણે નકારી કાઢી છે. DRDOના અધિકારીઓએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું કે, ભારતનું ફોકસ પોતાની સંરક્ષણ ક્ષમતા વધારવા પર છે, જે માત્ર વ્યૂહાત્મક જરૂરિયાતો અનુસાર છે. જોકે, તેમાં કોઈ નવી ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ (ICBM)નો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.

હાલમાં ભારત પાસે અનેક મિસાઈલો ઉપલબ્ધ છે

ભારત પાસે હાલમાં અગ્નિ-V સૌથી એડવાન્સ મિસાઈલ છે, જેની રેન્જ લગભગ 5,500 થી 6,000 કિલોમીટર સુધીની છે. આ રેન્જના કારણે અગ્નિ-V સમગ્ર એશિયા અને યુરોપના ઘણા ભાગોને નિશાન બનાવવાની ક્ષમતા ધરાવે છે. અગ્નિ-V પ્રોજેક્ટ ભારતની સંરક્ષણ ક્ષમતામાં વૃદ્ધિ અને ખાસ કરીને ચીન સામે તેની વ્યૂહાત્મક તૈયારીઓને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે.


Google NewsGoogle News