Get The App

પાકિસ્તાનમાં ભયંકર ગુંડાગર્દી, કન્ટેનર પર નમાઝ પઢતાં વ્યક્તિને સૈન્યના જવાને ધક્કો મારી દીધો

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનમાં ભયંકર ગુંડાગર્દી, કન્ટેનર પર નમાઝ પઢતાં વ્યક્તિને સૈન્યના જવાને ધક્કો મારી દીધો 1 - image


Pakistan Video: પાકિસ્તાનમાં ઈમરાન ખાન સાથે તેના સમર્થકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. સમર્થકોને રોકવા માટે લગાવેલા એક કન્ટેનર પર એક શખસ નમાઝ પઢી રહ્યો હતો, ત્યારે સેનાના જવાને તેને ધક્કો મારીને નીચે ફેંકી દીધો હતો. આ વીડિયો ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ શેર કર્યો હતો, જેમાં જોવા મળી રહ્યું છે કે, જવાન કેવી રીતે શખસને નમાઝ પઢતી વખતે ધક્કો મારી દે છે.

હકીકતમાં, ઈમરાન ખાનના સમર્થક તેમની મુક્તિની માગ કરી રહ્યા છે અને તેને લઈને તે ઈસ્લામાબાદમાં રસ્તા પર ઉતર્યા છે. સ્થિતિ એવી છે કે, તેને રોકવા માટે શહેબાઝ શરીફ સરકારે સેનાને રસ્તા પર ઉતારી દીધી છે અને સેનાને શૂટ-એટ-સાઇટનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. પ્રદર્શનકારીઓને ડી-ચોક સુધી માર્ચ કરવાથી રોકવા માટે મોટા-મોટા કન્ટેનર લગાવી દેવામાં આવ્યા છે. આ કન્ટેનર પર એક શખસ નમાઝ પઢી રહ્યો હતો. સેનાના જવાને તેને પહેલાં ધક્કો માર્યો અને પછી નીચે ફેંકી દીધો.

આ પણ વાંચોઃ ઇમરાન સમર્થકોનો સત્તા સામે બળવો આઠના મોત, દેખો ત્યાં ઠારના આદેશ

ઈમરાન ખાનની અપીલ પર રસ્તા પર ઉતર્યા સમર્થકો

કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને 13 નવેમ્બરે પોતાના સમર્થકોને 24 નવેમ્બરે વિરોધ-પ્રદર્શનની અપીલ કરી હતી. તેઓએ હાલની ચૂંટણીમાં થયેલી કથિત ધાંધલી, લોકોની ગેરકાયદે ધરપકડ અને 26માં સંશોધનના વિરોધની સામે દેખાવનું આહ્વાન કરવામાં આવ્યું હતું.

હવે સેના અને પીટીઆઈ સમર્થકોની વચ્ચે મોટા સ્તર પર ઘર્ષણ જોવા મળી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, અત્યાર સુધીના વિરોધ પ્રદર્શનમાં સુરક્ષા દળનાં ઘણાં જવાન અને પીટીઆઈના અનેક કાર્યકર્તાની મોત પણ થઈ ચુકી છે. જેને લઈને ઈમરાન ખાન અને પીટીઆઈના અન્ય નેતાઓ સામે આતંક-વિરોધી કાયદા હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે. 

આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં ''દેખો ત્યાં ઠાર કરો'' હુકમ ઈમરાન તરફી પ્રચંડ રેલી તોફાની બની ગઈ

ડી-ચોક કેમ જવા ઈચ્છે છે પીટીઆઈ સમર્થક?

સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, ઈમરાન ખાનના સમર્થક ડી-ચોક માટે માર્ચ કરી રહ્યા છે, જ્યાં બાજુમાં જ પાકિસ્તાની સંસદ સ્થિત છે. આ વિસ્તારમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિનું કાર્યાલય અને સુપ્રીમ કોર્ટ પણ છે. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે, પ્રદર્શનકારી ડી-ચોક પર ધરણા કરવા ઈચ્છતા હતાં કે આ વિસ્તાર સુધી માર્ચ કરવા ઈચ્છતા હતાં, પરંતુ પીટીઆઈ નેતાઓની અપીલ છે કે, તે ત્યાં સુધી દેખાવ કરે જ્યાં સુધી ઈમરાન ખાનની મુક્તિ નથી થતી.


Google NewsGoogle News