Get The App

પાકિસ્તાનમાં આખેઆખી ટ્રેન હાઇજેક, બલુચ લિબરેશન આર્મીનો 120 પ્રવાસીઓને બંધક બનાવ્યાનો દાવો

Updated: Mar 11th, 2025


Google News
Google News
પાકિસ્તાનમાં આખેઆખી ટ્રેન હાઇજેક, બલુચ લિબરેશન આર્મીનો 120 પ્રવાસીઓને બંધક બનાવ્યાનો દાવો 1 - image
Image: AI

Pakistan Train Hijack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ આખી ટ્રેન હાઇજેક કરી લીધી છે. બલુચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે, તેણે બોલનમાં જઈને એક્સપ્રેસને હાઇજેક કરી લીધી છે અને 100થી વધારે લોકોને બંધક બનાવ્યા છે. આ સાથે ચેતાવણી પણ આપી છે કે, જો તેમની સામે કોઈપણ પ્રકારનું સૈન્ય અભિયાન ચલાવવામાં આવ્યું તો તમામને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે. અત્યાર સુધી છ સૈન્યકર્મીને મોતને ઘાટ ઉતારી દીધા છે. મળતી માહિતી મુજબ, ટ્રેનમાં 120 મુસાફરો સવાર હતા. 


પાકિસ્તાનમાં આખેઆખી ટ્રેન હાઇજેક, બલુચ લિબરેશન આર્મીનો 120 પ્રવાસીઓને બંધક બનાવ્યાનો દાવો 2 - image

આ પણ વાંચોઃ અમેરિકાથી ખાસ મહેમાન આવશે ભારત, US નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબાર્ડનો ખાસ પ્રવાસ

ટ્રેનમાં સવાર સેના અને ISIના લોકો

બંધકોમાં પાકિસ્તાની સેના, પોલીસ, ATF (Anti Terrorism Force) અને ISI(Inter-Services Intelligence)ના એક્ટિવ-ડ્યૂટી કર્મી સામેલ છે. આ તમામ રજા પર પંજાબ જઈ રહ્યા હતા. BLA એ ચેતાવણી આપી છે કે, જો ટ્રેનમાં હાજર સૈનિકોએ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો તો તમામ બંધકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે. 

પાકિસ્તાનમાં આખેઆખી ટ્રેન હાઇજેક, બલુચ લિબરેશન આર્મીનો 120 પ્રવાસીઓને બંધક બનાવ્યાનો દાવો 3 - image

મહિલાઓ અને બાળકોને કર્યા મુક્ત

ઓપરેશન દરમિયાન, BLAના આતંકવાદીઓએ મહિલા, બાળકો અને બલુચ યાત્રીઓને મુક્ત કરી દીધા છે. મળતી માહિતી મુજબ, BLAની ફિદાયીન યુનિટ, મજીદ બ્રિગેડ આ મિશનનું નેતૃત્વ કરી રહી છે. જેમાં ફતેહ સ્ક્વૉડ અને STOS (Special Tactical Operations Squad) તેમજ ગુપ્ત શાખા ઝીરાબનો સમાવેશ થાય છે. 

આ પણ વાંચોઃ ‘ઝેલેન્સ્કીએ ટ્રમ્પને પત્ર મોકલ્યો, ઓવલની ઘટના અંગે માફી માગી’ યુએસ પ્રમુખના વિશેષ દૂતનો દાવો

બલુચ સમૂહોએ કરી હુમલાની જાહેરાત

થોડા દિવસ પહેલાં બલુચ જૂથે પાકિસ્તાન અને ચીન સામે એક નવા હુમલાનું એલાન કર્યું હતું. બલુચ જૂથે તાજેતરમાં જ સિંધી અલગતાવાદી જૂથ સાથે યુદ્ધ અભ્યાસ ખતમ કરી દીધો છે અને બલુચ રાજી અજાઓઈ સંગર (BRAS) નું સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં નિર્ણાયક યુદ્ધ વ્યૂહરચના જાહેર કરવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, બલુચ રાષ્ટ્રીય આંદોલનને નિર્ણાયક તબક્કામાં પહોંચાડવા માટે મુખ્ય નિર્ણય લેવામાં આવ્યા છે. આ બેઠકમાં એ વાત પર સંમતિ બની હતી કે, BRAS જલ્દી બલુચ રાષ્ટ્રીય સેનાનું રૂપ લેશે. 

એકજૂટ થયાં વિદ્રોહી સંગઠન

BRAS ના આગમનથી પાકિસ્તાનમાં ચીન દ્વારા ચલાવવામાં આવતા ઘણા CPEC પ્રોજેક્ટ્સ માટે મોટું જોખમ ઉભું થયું છે. બલુચ રાજી અજોઈ સંગાર (BRAS) ની સંયુક્ત બેઠક બાદ એક નિવેદન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ભાગીદાર સંગઠનો - બલુચ લિબરેશન આર્મી, બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ, બલુચ રિપબ્લિકન ગાર્ડ્સ અને સિંધી લિબરેશન ઓર્ગેનાઇઝેશન સિંધુદેશ રિવોલ્યુશનરી આર્મીએ હાઇલેવલ ડેલિગેશનમાં ભાગ લીધો હતો. 


Tags :