આર્થિક સંકટ સામે ઝઝુમી રહેલું પાકિસ્તાન સરકારી કંપનીઓ વેંચશે, PM શાહબાઝની જાહેરાત

Updated: May 14th, 2024


Google NewsGoogle News
આર્થિક સંકટ સામે ઝઝુમી રહેલું પાકિસ્તાન સરકારી કંપનીઓ વેંચશે, PM શાહબાઝની જાહેરાત 1 - image


Pakistan Economic Crisis : આર્થિક સંકટ સામે ઝઝુમી રહેલા પાકિસ્તાન (Pakistan)માં તમામ સરકારી એન્ટરપ્રાઈઝીસ કંપનીઓનું ખાનગીકરણ (Privatization) કરવાની જાહેરાત કરાઈ છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે (PM Shehbaz Sharif) આજે (14 મે) જાહેરાત કરી છે કે, મહત્વપૂર્ણ સાહસોને છોડીને તમામ રાજ્ય-માલિકીના ઉદ્યોગોનું ખાનગીકરણ કરાશે. શરીફે ઈસ્લામાબાદમાં ખાનગીકરણ મંત્રાલય અને ખાનગીકરણ આયોગ સાથે સંબંધિત બાબતો પર સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં કંપનીઓનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવાયો છે.

આર્થિક સંકટ સામે ઝઝુમી રહેલું પાકિસ્તાન સરકારી કંપનીઓ વેંચશે, PM શાહબાઝની જાહેરાત 2 - image

વીજળીનું વિતરણ કરતી કંપનીઓનું પણ ખાનગીકરણ

એઆરવાઈ સમાચારના અહેવાલો મુજબ શાહબાજ શરીફની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ‘ખાનગીકરણ કાર્યક્રમ 2024-29’નો રોડમેપ રજુ કરાયો હતો, જેમાં વીજળીનું વિતરણ કરતી કંપનીઓનું પણ ખાનગીકરણ કરાશે. પાકિસ્તાનના વડાપ્રધાને નિર્દેશ આપ્યો છે કે, તમામ સંઘીય મંત્રાલયો આ મામલે જરૂરી કાર્યવાહી કરે અને ખાનગીકરણ આયોગને સહયોગ આપે. શાહબાજે એમ પણ કહ્યું કે, સરકારી માલિકીના કારોબારનું ખાનગીકરણ કરવાથી કરદાતાઓના રૂપિયા બચશે અને સરકાર લોકોને ગુણવત્તાયુક્ત સેવા પુરી પાડી શકશે.

આર્થિક સંકટ સામે ઝઝુમી રહેલું પાકિસ્તાન સરકારી કંપનીઓ વેંચશે, PM શાહબાઝની જાહેરાત 3 - image

કંપનીઓની બોલીનું સીધુ પ્રસારણ કરાશે

મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનના વડાપ્રધાને ઈન્ટરનેશનલ એરલાઈન્સ કંપની લિમિટેડ (PIA)નું ખાનગીકરણ સહિત અન્ય કંપનીોની બોલી લગાવવા તેમજ અન્ય પ્રક્રિયાઓનું સીધુ પ્રસારણ કરવાનો નિર્દેશ આપ્યો છે. શરીફે બેઠકમાં કહ્યું કે, પીઆઈએનું ખાનગીકરણ કરવાની પ્રક્રિયા હેઠળ આ મહિનાના અંત સુધીમાં પ્રી-ક્વોલિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ખાનગીકરણ પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા માટે પ્રાઈવેટાઈઝેશન કમીશનમાં એક્સપર્ટ્સની એક પેનલની પણ નિમણૂક કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, કેબિનેટ સમિતિએ 24 સરકારી માલિકીના વ્યવસાયોને ખાનગીકરણ માટે મંજૂરી આપી હતી.


Google NewsGoogle News