Get The App

પાકિસ્તાને પગ પર કુહાડી મારી! દુશ્મન બન્યું તાલિબાન, આતંકી સંગઠનનો આ રીતે થયો હતો ઉદ્ભવ

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
Kabul


Afghanistan And Pakistan War: અફઘાનિસ્તાન પર પાકિસ્તાન દ્વારા થયેલા હવાઈ હુમલામાં આશરે ચાર ડઝન લોકોના મોત થયા છે. ત્યારબાદ તાલિબાને પાકિસ્તાનને ખુલ્લો પડકાર ફેંક્યો છે અને આ હુમલાનો બદલો લેવાની ધમકી આપી છે. આ તમામ ઘટનાઓ વચ્ચે ફરી એકવાર તાલિબાનનો પાકિસ્તાન પહેલાં અમેરિકા, નાટો સેના અને અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ શાસન સાથે લાંબો સંઘર્ષ યાદ કરાયો છે. અને અંતે કેવી રીતે તાલિબાને સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો.

પાકિસ્તાન અને અફઘાનિસ્તા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે આખરે આ તાલિબાન છે શું? તાલિબાન કોને કહેવામાં આવે છે અને તેમનો હેતુ શું છે? તાલિબાન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા આપણે કેટલાક દાયકાઓ પાછળ જવું પડશે. જ્યારે સોવિયેત રશિયન સેના અફઘાનિસ્તાનમાંથી હટી રહી હતી.

બે મહત્ત્વપૂર્ણ ઘટનાઓ દ્વારા તાલિબાન મજબૂત બન્યા

તાલિબાનના અસ્તિત્વમાં આવવા અને તેના પછીના મજબૂતીકરણને લગતી બે જુદી જુદી ઘટનાઓ છે. 1990ના દાયકામાં જ્યારે રશિયન સૈનિકો અફઘાનિસ્તાનમાંથી પાછા ફરી રહ્યા હતા, ત્યારે તાલિબાન અસ્તિત્વમાં આવ્યું. બીજી ઘટના 2021ની છે, જ્યારે અમેરિકન સેનાને અફઘાનિસ્તાનમાંથી પાછી ખેંચી લેવામાં આવી હતી, ત્યારે સમગ્ર અફઘાનિસ્તાનમાં તાલિબાનનું જોરદાર વર્ચસ્વ વધ્યું અને હવે તે ત્યાં શાસન કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ તિબેટમાં દુનિયાનો સૌથી મોટો ડેમ બનાવશે ચીન, ભારત-બાંગ્લાદેશ માટે ખતરો વધ્યો

પાકિસ્તાનમાંથી જ થયો તાલિબાનોનો ઉદ્ભવ

અફઘાનિસ્તાનમાંથી રશિયન સૈનિકોની પીછેહઠ પછી 1990ના દાયકાની શરુઆતમાં ઉત્તર પાકિસ્તાનની મદરેસાઓમાં તાલિબાનનો જન્મ થયો હતો. પશ્તો ભાષામાં તાલિબાન એટલે વિદ્યાર્થી. જે વિદ્યાર્થીઓ કડક ઇસ્લામિક ધાર્મિક શિક્ષણનું પાલન કરે છે. તાલિબાન એક પશ્તો ચળવળ તરીકે પાકિસ્તાનની ધાર્મિક મદરેસામાંથી અસ્તિત્વમાં આવ્યું હતું.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો પશ્તુન વિસ્તાર તેમનું મુખ્ય સ્થળ હતું. કટ્ટરપંથી સુન્ની ઇસ્લામિક વિદ્વાનોએ ધાર્મિક સંસ્થાઓની મદદથી પાકિસ્તાનમાં પોતાનો પાયો નાખ્યો હતો. તે જ સમયે, સાઉદી અરેબિયાએ તાલિબાનની સ્થાપનામાં ઘણી આર્થિક મદદ કરી હતી. પ્રારંભિક તબક્કામાં, તાલિબાને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના પશ્તુન વિસ્તારોમાં કટ્ટરવાદી ધાર્મિક કાયદા સાથે ઇસ્લામિક શાસન લાગુ કરવા માટે ચળવળ શરુ કરી.

તાલિબાનનો પ્રભાવ આ રીતે વધ્યો

વિદેશી શાસનનો અંત લાવવાની જાહેરાત સાથે તાલિબાનનો પ્રભાવ ફેલાયો હતો. તેઓ શરિયા કાયદો અને ઇસ્લામી રાજ્ય સ્થાપિત કરવા માગે છે. અફઘાનિસ્તાનમાં જાગીરદારોના અત્યાચારો અને ભ્રષ્ટ અધિકારીઓથી કંટાળી સ્થાનિકો અને કબાઇલી લોકોએ તાલિબાનોને આવકાર્યા હતા.

અમેરિકાએ તાલિબાનોને ટેકો આપ્યો હતો

એક સમયે અમેરિકાએ રશિયન પ્રભાવ ઘટાડવા માટે સહકાર આપ્યો હતો. બાદમાં તાલિબાનોની ધાર્મિક કટ્ટરતાના કારણે તેમની લોકપ્રિયતા નષ્ટ થઈ હતી. પરંતુ ત્યાં સુધીમાં તાલિબાન એટલો શક્તિશાળી બની ગયો હતો કે તેનાથી છુટકારો મેળવવો મુશ્કેલ બન્યો હતો. એવું માનવામાં આવે છે કે પ્રારંભિક તબક્કામાં અમેરિકાએ અફઘાનિસ્તાનમાં રશિયન પ્રભાવને સમાપ્ત કરવા માટે તાલિબાનને પણ સમર્થન આપ્યું હતું.

પાકિસ્તાને પગ પર કુહાડી મારી! દુશ્મન બન્યું તાલિબાન, આતંકી સંગઠનનો આ રીતે થયો હતો ઉદ્ભવ 2 - image


Google NewsGoogle News