પાકિસ્તાનથી આવ્યા મોટા સમાચાર, સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાન અને પૂર્વ મંત્રી કુરેશીને આપ્યા જામીન

સુપ્રીમ કોર્ટે PTIના બંને નેતાઓને 10-10 લાખની જામીન બોન્ડ ભરવા આપ્યો આદેશ

ઈમરાનને ગુપ્ત દસ્તાવેજો લીક કરવાના કેસ રાહત છતાં તોશખાના ભ્રષ્ટાચાર કેસમાં હજુ રહેશે જેલમાં

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News

પાકિસ્તાનથી આવ્યા મોટા સમાચાર, સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાન અને પૂર્વ મંત્રી કુરેશીને આપ્યા જામીન 1 - image

ઈસ્લામાબાદ, તા.23 નવેમ્બર-2023, શુક્રવાર

પાકિસ્તાન (Pakistan)માં આગામી વર્ષે યોજાનાર ચૂંટણી પહેલા પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)ને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે (Supreme Court) સરકારી ગુપ્ત દસ્તાવેજો લીક કરવાના કેસ (State Secret Case)માં ઈમરાન ખાનને જામીન આપ્યા છે. કોર્ટે ઈમરાનના નજીકના પૂર્વ મંત્રી શાહ મહમૂદ કુરૈશીને પણ જામીન આપ્યા છે. ડૉન અખબારના અહેવાલો મુજબ કોર્ટે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (Tehreek-e-Insaf-PTI)ના બંને નેતાઓને 10-10 લાખના જામીન બોન્ડ ભરવાના આદેશ આપ્યો છે. ન્યાયાધીશ સરદાર તારિક મસૂદની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે પીટીઆઈની અરજી ધ્યાને લઈ બંને નેતાઓને જામીન આપ્યા છે.

ઈમરાન અને કુરૈશીનો શું હતો મામલો ?

ઈમરાન ખાન જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન હતા, ત્યારે તેમણે દૂતાવાસ દ્વારા મોકલાયેલ રાજદ્વારી દસ્તાવેજો પર યોગ્યરીતે ધ્યાન આપ્યું ન હતું અને તેમણે દેશની ગુપ્તતા નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. દૂતાવાસે ગત વર્ષે માર્ચમાં દસ્તાવેજો મોકલ્યા હતા. ઉપરાંત ઈમરાન ખાન સામે તોશખાના ભ્રષ્ટાચાર (Toshakhana Case)ના મામલાનો કેસ છે, જેના કારણે તેઓ હજુપણ જેલમાં જ રહેશે. સંઘીય તપાસ એજન્સીએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, ઈમરાને હજુ સુધી દસ્તાવેજો પરત આપ્યા નથી.

એક કેસમાં જામીન, બીજો કેસ બાકી, હજુ જેલમાં રહેશે ઈમરાન

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ગુપ્ત દસ્તાવેજોના કેસમાં ઈમરાનને જામીન આપ્યા છે, જોકે ઈમરાન અન્ય એક કેસના કારણે હજુ જેલમાં રહેશે. ઉલ્લેખનિય છે કે, એપ્રિલ-2022માં અવિશ્વાસ પ્રસ્તાવ લાવી ઈમરાનને સત્તા પરથી હટાવી દીધા હતા. ત્યારબાદ ઈમરાન પર 150થી વધુ કેસ નોંધાયા હતા.


Google NewsGoogle News