ડ્રાઈવરે કરી મોટી ભૂલ, ઈસ્લામાબાદમાં પિકનિક પર જતાં વિદ્યાર્થીઓની બસ ખીણમાં ખાબકી, 1નું મોત, 20 ઘાયલ
એક શિક્ષકનું મોત અને 20થી વધુ લોકો ઘવાયા
પોલીસે જણાવ્યું કે બસનું એન્જિન ચાલુ જ હતું અને ડ્રાઈવર બસની બહાર ઊભો હતો
image : Twitter |
Pakistan Bus Accident News | પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. શાહદરા વિસ્તારની નજીક એક સ્કૂલ બસ ખીણમાં ખાબકી ગઈ હતી. જેમાં એક શિક્ષકનું મોત નીપજ્યું જ્યારે 20થી વધુ બાળકો ઘવાયા હતા. શનિવારે જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે વિદ્યાર્થીઓ પિકનિક માટે જઈ રહ્યા હતા.
ડ્રાઈવરે કરી મોટી ભૂલ!
માહિતી અનુસાર પોલીસે જણાવ્યું કે બસનું એન્જિન ચાલુ જ હતું અને ડ્રાઈવર બસની બહાર ઊભો હતો, અચાનક જ બસ પર્વત પરથી નીચે જવા લાગી અને ખીણમાં ખાબકી ગઈ હતી. પોલીસે એકના મોત અને અન્ય કેટલાક ઘાયલોની પુષ્ટી કરી છે. બાળકોને શેખપુરાથી ઈસ્લામાબાદ સારવાર અર્થે લવાયા છે.
બસમાં કેટલાં લોકો સવાર હતા?
કથિતરૂપે બસમાં 54 લોકો સવાર હતા જેમાં 13 શિક્ષકો અને અન્ય કર્મચારીઓ, 22 છોકરા અને 19 છોકરીઓ સામેલ હતી. મૃતક શિક્ષકની ઓળખ 22 વર્ષીય હાનિયા તરીકે થઇ છે.