પ્રતિબંધનું એલાન નથી કરાયું, કારણ પણ નથી જણાવાયું, છતા પાકિસ્તાનમાં એક અઠવાડિયાથી બંધ છે 'X'
પાકિસ્તાનમાં આજે સાતમા દિવસે પણ 'X' સેવાઓ પર પ્રતિબંધ છે
સિંધ હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે સેવાઓ જારી કરવામાં આવે, જોકે પ્રતિબંધ હજુ સુધી ચાલુ જ છે
Pakistan Social Media 'X' Shutdown: પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X'પર સતત સાતમા દિવસે પણ પ્રતિબંધ છે. 17 ફેબ્રુઆરીથી લગાવવામાં આવેલ પ્રતિબંધ હજુ સુધી હટાવવામાં આવ્યો નથી, જેના કારણે લોકો માહિતી શેર કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જોકે પાકિસ્તાનના ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટર ડો. ઓમર સૈફ અને પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટી (PTA)એ પણ હજુ સુધી આ મામલે કોઈ નિવેદન જારી કર્યું નથી.
આતંકી હુમલોથી બચવા માટે ઈન્ટરનેટ કર્યું બંધ
પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી થઇ હતી. જેના પછીથી પાકિસ્તાનના લોકો ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી શક્યા નથી. પાકિસ્તાનના એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ચૂંટણીના દિવસે આતંકી હુમલાઓથી બછી શકાય એ માટે ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. જેના કારણે જ 'X'માં વારંવાર ખલેલ પડે છે.
ઈન્ટરનેટ બંધ કરવું એ બંધારણ વિરોધી કાર્ય
ઈન્ટરનેટ બંધ કરવું એ બંધારણ અનુસાર માહિતી અને લોકોની વિચારોને વ્યક્ત કરતી સ્વતંત્રતાને ખંડિત કરે છે. ઇસ્લામાબાદ હાઈકોર્ટે વર્ષ 2018માં કહ્યું હતું કે ઈન્ટરનેટ બંધ કરવું એ મૌલિક અધિકારોનું વિરોધી કામ છે. આ બાબતે ડિજીટલ અધિકારી કાર્યકર્તાઓએ આ બાબતે પાકિસ્તાની અધિકારીઓની નિંદા કરી છે. જોકે 23 ફેબ્રુઆરીએ સિંધ હાઈકોર્ટે પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટીને દેશમાં ફરી 'X'ની સેવા શરુ કરવાનો આદેશ આપ્યો છે.