Get The App

શું પાકિસ્તાન જશે વડાપ્રધાન મોદી? શાહબાઝ શરીફે મોકલ્યું ખાસ બેઠક માટે આમંત્રણ, નવી ચર્ચા શરૂ!

Updated: Aug 25th, 2024


Google News
Google News
Indian PM Narendra Modi And Pakistan PM Shahbaz Sharif


Pakistan invitation to PM Modi : ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો અંગે માત્ર બંને દેશ જ નહીં વિશ્વભર જાણે છે. પડોશી દેશ પાકિસ્તાન હંમેશા આતંકવાદને પ્રોત્સાહન આપવાનો અને ભારતનો નીચે દેખાડવાનો પ્રયાસ કરતો રહ્યો છે, તો ભારતે પણ સમયાંતરે તેને જડબાતોડ જવાબ આપતો રહ્યો છે, ત્યારે હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક વિશેષ બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ મોકલ્યું છે.

પાકિસ્તાનમાં યોજાશે CHGની બેઠક

વાસ્તવમાં પાકિસ્તાનમાં 15 અને 16મી ઓક્ટોબરે સરકારના વડાઓની પરિષદ (CHG) યોજાવાની છે, પાકિસ્તાન સરકાર સીએચજીની મેજબાની કરવાનું છે. આ માટે જ શરીફે મોદીને આમંત્રણ મોકલ્યું છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી ઉપરાંત શાંઘાઈ સહયોગ સંગઠન (HCO)ના અન્ય નેતાઓેને પણ આમંત્રણ પાઠવાયું છે.

આ પણ વાંચો : લગભગ 1 કરોડ પાકિસ્તાનીઓએ દેશ છોડ્યો, જાણો ક્યાં જઈને વસ્યાં, સરકારની વધી ગઇ ચિંતા

શું ભારત તરફથી કોઈ મંત્રી પાકિસ્તાન જશે?

વર્તમાન સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના જે સંબંધો છે, તે જોતા એવું લાગી રહ્યું છે કે, વડાપ્રધાન મોદી ત્યાં નહીં જાય. જોકે જોવાનું એ રહ્યું કે, શું ભારતનું પ્રતિનિધિત્વ કરાવ માટે કોઈ મંત્રી અથવા અધિકારી જાય છે કે નહીં.

આ પણ વાંચો : "UPSમાં U અર્થાત મોદી સરકારનો યુ-ટર્ન" કોંગ્રેસે સરકારને નવી પેન્શન સ્કીમ મુદ્દે આડે હાથ લીધી

Tags :
IndiaPakistanPM-Shahbaz-SharifPM-ModiCHG-Meeting

Google News
Google News