‘આખી દુનિયા કાશ્મીર મુદ્દે ચુપ છે ’ PM બનતાં જ શાહબાઝ શરીફે ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

શાહબાઝ શરીફે નેશનલ એસેમ્બલીને કાશ્મીરની આઝાદી માટે ઠરાવ પસાર કરવાની અપીલ કરી

શાહબાઝે એકતરફ પડોશી દેશો સાથે સંબંધો સુધારવાની તો બીજીતરફ કાશ્મીરની આઝાદીનો રાગ આલાપ્યો

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
‘આખી દુનિયા કાશ્મીર મુદ્દે ચુપ છે ’ PM બનતાં જ શાહબાઝ શરીફે ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું 1 - image

Pakistan New PM Shahbaz Sharif : વાદ-વિવાદ અને રાજકીય નાટક બાદ હવે પાકિસ્તાનમાં નવી સરકાર બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. શાહબાઝ શરીફ બીજીવાર વડાપ્રધાન બનવાના છે. વડાપ્રધાન તરીકે પસંદ થતાં જ તેમણે ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કરી દીધું છે. તેમણે જમ્મુ-કાશ્મીરને લઈ મોટા-મોટા દાવા કરી કહ્યું કે, ‘કાશ્મીર (Kashmir)માં કાશ્મીરીઓના ખૂબ વહી રહ્યા છે અને આખી ખીણ લોહીથી લાલ થઈ ગઈ છે. તેમ છતાં આખી દુનિયાના ચુપ છે. તેઓ કેમ ચુપ છે, તે અમે જાણીએ છીએ.’

શાહબાઝે પડોશી દેશો સાથે સંબંધો સુધારવાની ઈચ્છા વ્યક્ત કરી

શાહબાઝે નેશનલ એસેમ્બલીને કાશ્મીરની આઝાદી માટે ઠરાવ પસાર કરવાની અપીલ કરી છે. તેઓ પાકિસ્તાનના 24માં વડાપ્રધાન બનશે. નેશનલ એસેમ્બલીમાં તેમના સમર્થનમાં 201 વોટ પડ્યા હતા, જ્યારે વિપક્ષ PTIના પીએમ ઉમેદવાર ઓમર અયુબ ખાનને 92 વોટ મળ્યા હતા. શાહબાઝે પાડોશી દેશો સહિત તમામ દેશો સાથે સંબંધો સુધારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ કાશ્મીરને લઈને પોતાના જૂના એજન્ડા પર અડગ છે.

શાહબાઝ શરીફનો આવતીકાલે શપથગ્રહણ

પાકિસ્તાનમાં કેટલાય દિવસોથી ચાલી રહેલા રાજકીય નાટકનો આજે અંત આવ્યો છે. આજે નવા વડાપ્રધાનની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ શાહબાઝ શરીફ પાકિસ્તાનના આગામી વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. નેશનલ એસેમ્બલીના સ્પીકર સરદાર અયાઝ સાદિકે આ અંગેની જાહેરાત કરી હતી કે PML-Nના પ્રમુખ શાહબાઝ શરીફ 201 મતો મેળવીને પાકિસ્તાનના 24મા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. તેઓ આવતીકાલે બપોરે 3.00 કલાકે રાષ્ટ્રપિત ભવનમાં વડાપ્રધાન પદના શપથગ્રહણ કરશે. આ સમારોહમાં સેના પ્રમુખ જનરલ અસીમ મુનીર, વચગાળાના વડાપ્રધાન અનવારુલ હક કાકર, મુખ્યમંત્રી અને તમામ રાજ્યોના રાજ્યપાલ પણ ઉપસ્થિત રહેશે.

કાશ્મીરની આઝાદી માટે ઠરાવ પસાર કરવા અપીલ

ઈન્ટરનેશનલ કોમ્યુનિટીના હસ્તક્ષેપના કારણે સુદાન, સોમાલી, આઈલેન્ડ જેવા દેશોમાં શાંતિ બહાલ થઈ છે. શાહબાજે આ ત્રણેય દેશોનો ઉલ્લેખ કરી પેલેસ્ટાઈન, ગાઝા અને કાશ્મીરમાં અત્યાર વિરુદ્ધ ઠરાવ પસાર કરવા અપીલ કરી છે. તેમણે ‘પેલેસ્ટાઈન અને કાશ્મીરની આઝાદી’ માટે એક સાથે કામ કરવાની વિપક્ષી સાંસદોને અપીલ કરી છે.


Google NewsGoogle News