Get The App

પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ થનારી લોકસભા ચૂંટણી ટળી, તારીખ લંબાવવા અંગેનો પ્રસ્તાવ કર્યો પાસ

પાકિસ્તાનમાં ત્રીજી વખત ચૂંટણીની તારીખ ટળી, સેનેટે મંજૂરી પણ આપી દીધી

ચૂંટણી પંચે પહેલા જાન્યુઆરીમાં પછી ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ થનારી લોકસભા ચૂંટણી ટળી, તારીખ લંબાવવા અંગેનો પ્રસ્તાવ કર્યો પાસ 1 - image

Pakistan Election : આર્થિક અને રાજકીય સંકટ સામે ઝઝુમી રહેલા પાકિસ્તાનમાં લોકસભા ચૂંટણી યોજવામાં પણ અનિશ્ચિતતા જોવા મળી રહી છે. પાકિસ્તાની સેનેટે લોકસભા ચૂંટણીની તારીખો લંબાવવાની માંગ કરતા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સેનેટે પણ શિયાળાની મોસમ અને સુરક્ષાની ચિંતાઓનો હવાલો આપી આ નિર્ણય કર્યો છે.

પાકિસ્તાનમાં ત્રીજી વખત લોકસભા ચૂંટણીની તારીખ ટળી

અગાઉ નવેમ્બરમાં ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, પાકિસ્તાનમાં નવી સરકારની રચના કરવા માટે ફેબ્રુઆરીમાં સામાન્ય ચૂંટણી યોજાશે. જોકે ફરી પાકિસ્તાનમાં લોકસભાની ચૂંટણી ટળી છે. ઓક્ટોબર-2023માં પણ ચૂંટણી પંચે જાન્યુઆરીમાં ચૂંટણી યોજાવાની જાહેરાત કરી હતી પણ તારીખ આપી ન હતી.  તે દરમિયાન પાકિસ્તાન ચૂંટણી પંચના વકીલ સજીલ સ્વાતીએ પાંચ ડિસેમ્બરે મત વિસ્તારોની અંતિમ યાદી જાહેર કરવાની વાત કહી હતી. 


Google NewsGoogle News