Get The App

રશિયા અને પાકિસ્તાન વચ્ચે મોટા કરાર, ભારતના દુશ્મન દેશ સાથે શા માટે પુતિને મિત્રતા વધારી?

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
રશિયા અને પાકિસ્તાન વચ્ચે મોટા કરાર, ભારતના દુશ્મન દેશ સાથે શા માટે પુતિને મિત્રતા વધારી? 1 - image


Image Source: Twitter

Pakistan Russia Trade Deal : પાકિસ્તાન અને રશિયાએ બંને દેશો વચ્ચે આર્થિક સબંધોને મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે હવે રાજધાની મોસ્કોમાં પાકિસ્તાન-રશિયા વેપાર અને રોકાણ ફોરમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પાકિસ્તાન છેલ્લા કેટલાક સમયથી રશિયા સાથે સતત આર્થિક અને વેપારીક સબંધો વધારી રહ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાનની નજર બ્રિક્સ સમૂહ પર પણ છે. આ રોકાણ ફોરમનું ઉદ્ઘાટન ખાનગીકરણ, રોકાણ અને સંચાર બોર્ડના કેન્દ્રીય મંત્રી અબ્દુલ અલીમ ખાનના નેતૃત્વમાં થયું છે. આ વેપાર કરારને લઈને બંને દેશો વચ્ચે એક MoU પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

વસ્તુ વિનિમય વેપાર અંગે થયો કરાર

મોસ્કોમાં આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં રશિયાના ઉદ્યોગ અને વેપારના ઉપમંત્રી એલેક્સી ગ્રુજદેવે ફોરમનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમાં પરિવહન મંત્રીના સલાહકાર એવગેની ફિડચુક સહિત અન્ય વરિષ્ઠ રશિયન અધિકારીઓ પણ સામેલ થયા હતા. બીજી તરફ રશિયામાં પાકિસ્તાનના રાજદૂત મોહમ્મદ ખાલિદ જમાલી પણ ત્યાં હાજર રહ્યા હતા. બંને દેશો વચ્ચે વસ્તુ વિનિમય વેપાર અંગે કરાર થયો છે. આ અંગે બંને દેશોએ આ અંગે MoU પર પણ હસ્તાક્ષર પણ કર્યા છે. આ વેપારમાં એક વસ્તુ આપીને બીજી વસ્તુ ખરીદવામાં આવે છે. 

રશિયા સાથે થયેલા આ કરારથી પાકિસ્તાનને થોડા અંશે રાહત મળશે. પાકિસ્તાનની કફોળી સ્થિતિથી તમામ લોકો વાકેફ છે. તેના વિદેશી મુદ્રા ભંડાર પણ ખાલી પડેલા છે. બીજી તરફ ચણા, ચોખા, ફળો, બટાકા અને કઠોળ જેવા માલસામાનની આપ-લે માટે રશિયન ફર્મ LLC અને બે પાકિસ્તાની કંપનીઓ વચ્ચે સહમતિ બની છે. 

પહેલા પણ થતો હતો વસ્તુ વિનિમય વેપાર

રશિયા અને પાકિસ્તાન વચ્ચે આ પહેલા પણ વસ્તુ વિનિમય વેપાર થતો હતો. 50-70ના દાયકા દરમિયાન પાકિસ્તાન રશિયા પાસેથી મશીનરીની આયાત કરતું હતું. તો બીજી તરફ રશિયા ચામડા અને અન્ય વસ્તુઓની નિકાસ કરતું હતું. આ વર્ષે યોજાયેલી SCO સમિટ દરમિયાન પાકિસ્તાને વિનિમય માટે વિનંતી કરી હતી. જેનો રશિયાએ સ્વીકાર કર્યો છે. પાકિસ્તાની મીડિયાએ આ ડીલને ઐતિહાસિક ગણાવી છે. ભારત રશિયા અને પાકિસ્તાન વચ્ચેના કરાર પર પણ નજર રાખી રહ્યું છે.


Google NewsGoogle News