Get The App

પાકિસ્તાને કર્યો આતંકવાદી હાફિઝ સઈદનો બચાવ, ભારતને સોંપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી કહી આ વાત

ભારત પાકિસ્તાનને સઈદની ગતિવિધિઓ અંગે માહિતી આપતું રહ્યું છે : અરિંદમ બાગચી

હાફિઝ સઈદનો પુત્ર તલ્હા સઈદ ચૂંટણી લડવા માંગે છે

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
પાકિસ્તાને કર્યો આતંકવાદી હાફિઝ સઈદનો બચાવ, ભારતને સોંપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી કહી આ વાત 1 - image


Pakistan On Hafiz Saeed Extradition : પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ અને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)ના સ્થાપક હાફિઝ સઈદ (Hafiz Saeed)ને સોંપી દેવા માટે ભારત સરકારે પાકિસ્તાન સમક્ષ માંગ કરી હતી ત્યારે હવે પાકિસ્તાને ભારતની આ માંગને ફગાવીને કહ્યું છે કે તે હાફિઝ સઈદને ભારતને સોંપશે નહીં.

પાકિસ્તાન આતંકવાદીઓને બચાવવા તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે

ભારતે પાકિસ્તાન પાસે 2008ના મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના પ્રત્યાર્પણની માગણી કરી હતી, પરંતુ પાકિસ્તાને હાફિઝ સઈદને ભારતને સોંપવાનો ઈન્કાર કરીને ભારતની માંગને ફગાવી દીધી છે. પાકિસ્તાનનું નિવેદન દર્શાવે છે કે તે આતંકવાદીઓને બચાવવા માટે તમામ શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચ (Mumtaz Zahra Baloch)નું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે અમને ભારતની વિનંતી મળી છે પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિ નથી.

ભારતે શું કહ્યું હતું?

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી (Arindam Bagchi)એ ગઈકાલે કહ્યું હતું કે આતંકવાદી હાફિઝ સઈદના પ્રત્યાર્પણની વિનંતી કેટલાક દસ્તાવેજો સાથે ઈસ્લામાબાદ મોકલવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે હાફિસ સઈદ ભારતમાં અનેક કેસમાં વોન્ટેડ છે અને સંયુક્ત રાષ્ટ્રે પણ તેને આતંકવાદી જાહેર કર્યો છે ત્યારે આ સંબંધમાં અમે પાકિસ્તાન સરકારને તેને ભારતને પ્રત્યાર્પણ કરવાની વિનંતી કરી છે. આ ઉપરાંત કહ્યું હતું કે ભારત પાકિસ્તાનને સઈદની ગતિવિધિઓ અંગે માહિતી આપતું રહ્યું છે. 

સઈદનો પુત્ર ચૂંટણી લડવા માંગે છે

અરિંદમ બાગચીએ સઈદના પુત્ર તલ્હા સઈદ (Talha Saeed)ના પાકિસ્તાનમાં ચૂંટણી લડવાના સમાચાર વિશે પૂછવામાં આવેલા સવાલોના જવાબમાં કહ્યું હતું કે દેશમાં કટ્ટરપંથી આતંકવાદી સંગઠનોનું મુખ્ય પ્રવાહમાં આવું તે કોઈ નવી વાત નથી આ લાંબા સમયથી તેમની રાજનીતિનો એક ભાગ છે અમે આને સંબંધિત સમાચાર જોયા છે તે તેમની આંતરિક બાબત છે અને કોઈપણ દેશના આંતરિક મુદ્દાઓ પર ટિપ્પણી કરતા નથી.

પાકિસ્તાને કર્યો આતંકવાદી હાફિઝ સઈદનો બચાવ, ભારતને સોંપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી કહી આ વાત 2 - image


Google NewsGoogle News