ઈમરાન ખાન માટે પાકિસ્તાનમાં ફરી રસ્તા પર ઉતર્યા હજારો સમર્થક, પોલીસે જોતા જ ગોળી મારવાનો આપ્યો આદેશ
Protest for Imran Khan: એપ્રિલ 2022માં પાકિસ્તાનના પૂર્વ ઈમરાન ખાનની સરકાર પડી ગઈ હતી અને તેમની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન પદ ગુમાવ્યા બાદ તેમના વિરુદ્ધ સેંકડો કેસ નોંધાયા હતા. હાલ તે રાવલવિંડીની અદિયાલા જેલમાં બંધ છે. હાલ ઇમરાનના સમર્થકો તેમની મુક્તિની માંગ સાથે રાજધાની ઈસ્લામાબાદમાં ઘુસી ગયા છે.
હુમલામાં 4 રેન્જર્સ અને 2 પોલીસકર્મીના મોત
ઇમરાનના સમર્થકોએ શ્રીનગર હાઈવે પર સુરક્ષાકર્મીઓ પર વાહન ચલાવી દીધું હતું. જેમાં 4 રેન્જર્સ અને 2 પોલીસકર્મીના મોત થયા છે. તેમજ આ ઘટનામાં 100થી વધુ પોલીસકર્મી ઘાયલ થયા છે, જેમાં મોટાભાગની હાલત ગંભીર છે. તેમજ આ ઘટનામાં એક નાગરિકનું પણ મોત થયું છે.
Bloomberg reports on Pakistan’s protests! pic.twitter.com/3YUMHVO3kj
— PTI (@PTIofficial) November 26, 2024
શૂટ એટ સાઈટનો આદેશ આપવામાં આવ્યા
ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સાથે જોડાયેલા લોકોને રોકવા માટે પોલીસે ભારે નાકાબંધી કરી છે. આ અંગે અધિકારીઓનું કહેવું છે કે અશાંતિ અને આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા માટે પાકિસ્તાની સેનાને કલમ 245 હેઠળ તૈનાત કરવામાં આવી છે. સૂત્રોએ એમ પણ કહ્યું છે કે આવી પ્રવૃતિઓમાં સંડોવાયેલા લોકોને જોતા જ ગોળી મારવાના એટલે કે શૂટ એટ સાઈટનો આદેશ આપવામાં આવ્યા છે.
પાર્ટીના સેંકડો કાર્યકરો અને નેતાઓ ગુમ
મીડિયા રિપોર્ટ્સ મુજબ ઈમરાન ખાનના રાજકીય આંદોલનના પ્રવક્તા ઝુલ્ફી બુખારીએ નિવેદન આપ્યું છે કે, 'અધિકારીઓ સાથેની અથડામણમાં એક પ્રદર્શનકારી માર્યો ગયો અને 20 અન્ય ઘાયલ થયા છે.'
પીટીઆઈના નેતાઓએ દાવો કર્યો છે કે પંજાબ પ્રાંતમાં તેમની પાર્ટીના 490 સમર્થકો અને નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ પાર્ટીના સેંકડો કાર્યકરો અને નેતાઓ ગુમ છે.