'કંગાળ' પાકિસ્તાન! ગરીબીનો દર 39.4%, 95 મિલિયન લોકો ગરીબીમાં જીવવા મજબૂર, વર્લ્ડ બેન્ક ચિંતિત

દુનિયાના પ્રમુખ મંચો પર વારંવાર કાશ્મીરનો રાગ આલાપનારા પાકિસ્તાનની સ્થિતિ સુધરી જ રહી નથી

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
'કંગાળ' પાકિસ્તાન!  ગરીબીનો દર 39.4%, 95 મિલિયન લોકો ગરીબીમાં જીવવા મજબૂર, વર્લ્ડ બેન્ક ચિંતિત 1 - image

દુનિયાના પ્રમુખ મંચો પર વારંવાર કાશ્મીર (jammu and Kashmir) નો રાગ આલાપનારા પાકિસ્તાનની (Pakistan Economy) સ્થિતિ સુધરી જ રહી નથી. વર્લ્ડ બેન્કે કહ્યું કે પાકિસ્તાનમાં ગત નાણાકીય વર્ષમાં ગરીબી 39.4 ટકાએ પહોંચી ગઈ છે અને દયનીય આર્થિક હાલતને લીધે વધુ 12.5 મિલિયન લોકો ગરીબી રેખા નીધે ધકેલાતાં  કુલ 95 મિલિયન લોકો ગરીબીના ભરડામાં ફસાઈ ગયા છે અને ગરીબી રેખા હેઠળ જીવવા મજબૂર છે. 

પાકિસ્તાનમાં ગરીબીનો દર આકાશ આંબ્યો 

એક અહેવાલ અનુસાર વોશિંગ્ટનમાં આવેલી બેન્કે એક મુસદ્દા નીતિ જારી કરી હતી જે તેણે નવા ચૂંટણી ચક્ર પહેલાં પાકિસ્તાનની આગામી સરકાર માટે તમામ હિતધારકોની મદદથી તૈયાર કરી હતી. વર્લ્ડ બેન્ક અનુસાર પાકિસ્તાનમાં ગરીબી એક વર્ષમાં 34.2 ટકાથી વધીને 39.4 ટકા થઈ ગઈ છે જેમાં 1.25 મિલિયનથી વધુ લોકો 3.65 ડૉલર પ્રતિ દિવસની આવકના સ્તરની ગરીબી રેખાથી પણ નીચે આવી ગયા છે. 

વર્લ્ડ બેન્કે કર્યા સૂચન 

પાકિસ્તાન માટે વર્લ્ડ બેન્ક (World Bank) ના પ્રમુખ અર્થશાસ્ત્રી ટોબિયાસ હકે કહ્યું કે દેશનું આર્થિક મોડેલ ગરીબીને ઘટાડવાની જગ્યાએ જીવન સ્તર સમકક્ષ દેશોની તુલનાએ વધુ નીચે જતું રહ્યું છે. વૈશ્વિક લોનદાતાઓએ પાકિસ્તાનને ખેતી અને અચલ સંપત્તિ પર ટેક્સ લાદવા માટે તાત્કાલિક પગલાં ભરવા અને અર્થતંત્રના 7 ટકાથી વધુના રાજકોષીય સમાયોજનના માધ્યમથી આર્થિક સ્થિરતા પ્રાપ્ત કરવાના પ્રયાસમાં વ્યર્થ ખર્ચમાં કાપ મૂકવાનો આગ્રહ કર્યો છે. 



બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 



Google NewsGoogle News