Get The App

વડાપ્રધાન મોદીની શુભેચ્છા પર શહબાઝ શરીફે શું કહ્યું? આવી ગયો પાકિસ્તાન PMનો જવાબ

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
વડાપ્રધાન મોદીની શુભેચ્છા પર શહબાઝ શરીફે શું કહ્યું? આવી ગયો પાકિસ્તાન PMનો જવાબ 1 - image


India - Pakistan : હાલમાં 72 વર્ષીય શહબાઝ શરીફે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા. ચૂંટણીમાં ગોટાળાના આરોપો વચ્ચે ચૂંટણીના અંદાજિત એક મહિના બાદ તેમણે આર્થિક સંકટથી જજૂમી રહેલા પાકિસ્તાનની કમાન સંભાળી છે. શહબાઝ શરીફના વડાપ્રધાન બનતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે હવે શહબાઝ શરીફે પણ વડાપ્રધાન મોદીના શુભેચ્છા સંદેશનો રિપ્લાય આપ્યો છે.

પાકિસ્તાનના નવા વડાપ્રધાન શહબાઝ શરીફે શુભેચ્છા મળવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો. શહબાઝ શરીફે X પર એક પોસ્ટમાં લખ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ચૂંટાવા પર શુભેચ્છા આપવા માટે નરેન્દ્ર મોદીનો આભાર. 

મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટમાં લખ્યું હતું કે, 'શહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન બનવા પર અભિનંદન.'

શહબાઝ શરીફ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ છે

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ શહબાઝ શરીફ વર્ષ 2022 પછી બીજી વખત દેશની બાગડોર સંભાળી રહ્યા છે. તે પાકિસ્તાનના 24માં વડાપ્રધાન છે. રસપ્રદ વાત એ છે કે, શહબાઝ શરીફે પાકિસ્તાનની કમાન ત્યારે સંભાળી હતી જ્યારે તેમનો દેશ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો હતો

પાકિસ્તાનની સંસદ ભંગ થતા પહેલા શહેબાઝ શરીફે એપ્રિલ 2022થી ઓગસ્ટ 2023 સુધી ગઠબંધન સરકારના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. તે PML-N અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના સંયુક્ત ઉમેદવાર હતા, જેમને 336 સભ્યોના ગૃહમાં 201 મત મળ્યા હતા, જે ગૃહના નેતા બનવા માટે જરૂરી મતોની સંખ્યા કરતા 32 વધુ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે

ભારત અને પાકિસ્તાન પડોશી દેશો હોવા છતાં ઐતિહાસિક અને રાજકીય મુદ્દાઓને કારણે તેમના સંબંધો લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. 1947માં પડેલા ભાગલા બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશનું કારણ માનવામાં આવે છે. પરંતુ જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન  વચ્ચે તણાવ વધ્યો હતો. પાકિસ્તાને ભારત સાથે તમામ પ્રકારના વેપાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમણે એક શરત મૂકી છે કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ફરીથી લાગુ કરવામાં આવે, પરંતુ ભારતે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે કાયદો હવે ઈતિહાસ બની ગયો છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે આ બાબતો મેળ ખાય છે

રસપ્રદ વાત એ છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ભાષાકીય, સાંસ્કૃતિક, ભૌગોલિક અને આર્થિક જોડાણો મેળ ખાય છે, પરંતુ રાજકીય અને ઐતિહાસિક કારણોસર બંને વચ્ચેના સંબંધો ગૂચવાયેલા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહબાઝને આપેલી શુભેચ્છા અને શહબાઝે નરેન્દ્ર મોદીનો માનેલ આભાર બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ અને સવાલ ઉઠ્યો કે શું હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની કડવાશ ઓછી થશે અને શું બંને દેશોના સંબંધોમાં કોઈ સુધારો થશે?


Google NewsGoogle News