પાકિસ્તાનની ફરી નાપાક હરકત, વડાપ્રધાન શહબાઝે કાશ્મીરમાં જનમત સંગ્રહનો રાગ આલાપ્યો
Shehbaz Sharif On Kashmir: પાકિસ્તાનમાં આજે એટલે કે 5 જાન્યુઆરી 2025ના રોજ કાશ્મીરના લોકો માટે આત્મનિર્માણ દિવસ મનાવાયો. આ દિવસે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે ભારત પર અનેક આરોપ લગાવ્યા અને એકવાર ફરી જનમત સંગ્રહનો રાગ આલાપ્યો છે. તેમણે કહ્યું કે, 'પાકિસ્તાન હંમેશા જમ્મુ અને કાશ્મીરના લોકોના આત્મનિર્માણના અધિકારના પક્ષમાં રહ્યું છે. અમે આગળ પણ રાજનીતિક અને કૂટનીતિક રીતે કાશ્મીરીઓનું સમર્થન કરતા રહીશું.'
શહબાઝ શરીફે યૂએનના પ્રસ્તાવનો ઉલ્લેખ કર્યો
શહબાઝ શરીફે કહ્યું કે, 'આજે (5 જાન્યુઆરી) જ 1949 સંયુક્ત રાષ્ટ્ર (યૂએન)એ તે ઐતિહાસિક પ્રસ્તાવને અપનાવ્યો હતો, જે જમ્મુ કાશ્મીરમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ જનમત સંગ્રહની ગેરેન્ટી આપે છે.
શહબાઝે આ વાત પર ભાર આપતા કહ્યું કે, 'આત્મનિર્ણયનો અધિકાર સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનો એક મુખ્ય સિદ્ધાંત છે અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યૂએનજીએ) દર વર્ષે આત્મનિર્માણના કાયદાકીય અધિકારની વકાલત કરવા માટે એક પ્રસ્તાવ પાસ કરે છે. આ દુર્ભાગ્ય છે કે કાશ્મીરના લોકો સાત દાયકાથી આ અધિકારનો ઉપયોગ ન કરી શક્યા.'
આ પણ વાંચો: ભારતની બાજુમાં જ એક નવો દેશ બનશે! મ્યાનમારમાં બળવાખોરોની સેના જીત તરફ
આંતરરાષ્ટ્રીય સમુદાયથી પાકિસ્તાની વડાપ્રધાનની અપીલ
પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે, 'હવે સમય આવી ગયો છે કે સંયુક્ત રાષ્ટ્ર સહિત આંતરરાષ્ટ્રીય સમુદાય પોતાના વાયદાઓ પર ખરા ઉતરે અને એવા પગલા ઉઠાવે, જેનાથી જમ્મુ કાશ્મીરના લોકો આત્મનિર્ણયના પોતાના અધિકારનો પ્રયોગ કરી શકે.'
પાકિસ્તાની વડાપ્રધાને માનવાધિકારોના ઉલ્લંઘનને તાત્કાલિક રોકવા, રાજનીતિક કેદીઓની મુક્તિ અને કાશ્મીરી લોકોના મૌલિક અધિકારો અને સ્વતંત્રતાની પુનઃસ્થાપના કરવાને લઈને વૈશ્વિક સમુદાયને અપીલ કરી.
પાકિસ્તાની વડાપ્રધાન કલમ 370નો ઉલ્લેખ કર્યો
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે કહ્યું કે, 'જમ્મુ કાશ્મીર પર પોતાના કબજાને મજબૂત કરવા માટે ભારત અનેક મજબૂત પગલા ભરી રહ્યું છે. તેની શરૂઆત 5 ઓગસ્ટ, 2019એ ભારત સરકારના કલમ 370ને રદ કરવાથી થઈ. ભારતનો ઉદ્દેશ્ય બહુસંખ્યક કાશ્મીરી લોકોને તેમની માતૃભૂમિમાં જ એક અલ્પસંખ્યક સમુદાયમાં બદલવાનું છે.
આ પણ વાંચો: 'અમારી પાસે પરમાણુ બોમ્બ જેટલા શક્તિશાળી લડાકૂ', તાલિબાનની પાકિસ્તાનને ખુલ્લી ધમકી
રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ કર્યું સમર્થન
પાકિસ્તાનના સરકાર રેડિયોના અનુસાર, ત્યાંના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પણ દોહરાવ્યું કે તેનો દેશ કાશ્મીરી લોકોને રાજનીતિક, કુટનીતિક અને નૈતિક સમર્થન આપવાનું શરૂ રાખશે. રાષ્ટ્રપતિએ પોતાનો સંદેશમાં કહ્યું કે, 'ભારત સાત દાયકાઓથી વધુ સમયથી ગેરકાયદેરીતે કબજો કરનારા જમ્મુ અને કાશ્મીરના લોકોને આત્મનિર્ણયના અધિકારથી વંચિત રાખી રહ્યું છે અને તેનું ઉત્પીડન અને હિંસા કરી રહ્યું છે.